Site icon Gujarat Mirror

ઈરાનમાં 8 સ્ત્રીઓને ફાંસીની સજા છેલ્લી ઘડીએ રદ

પોતાની વિનંતી ઈરાની સરકારે સ્વીકારવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પે આભાર વ્યકત કયો: ચાર સ્ત્રીઓને તરત મુક્તિ: અન્ય ચારને એક મહિના પછી

જાન્યુઆરીના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ જે આઠ ઈરાની મહિલાઓને ફાંસી આપવાની હતી, તેમને હવે ’હમણાં’ મારવામાં આવશે નહીં, એમ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે મોડી રાત્રે જાહેરાત કરી. આઠ મહિલાઓમાંથી ચારને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે જ્યારે અન્ય ચારને એક મહિનાની જેલની સજા ફટકારવામાં આવશે. ’ખૂબ જ સારા સમાચાર! મને હમણાં જ જાણ કરવામાં આવી છે કે ઈરાનમાં આજે રાત્રે ફાંસી આપવામાં આવનારી આઠ મહિલા વિરોધીઓને હવે મારી નાખવામાં આવશે નહીં. ચારને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે અને ચારને એક મહિનાની જેલની સજા ફટકારવામાં આવશે,’ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી. ઈરાનના આ પગલાની પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું કે ’હું ખૂબ જ પ્રશંસા કરું છું કે ઈરાન અને તેના નેતાઓએ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે મારી વિનંતીનું સન્માન કર્યું અને આયોજિત ફાંસી રદ કરી.’

ટ્રમ્પે ઈરાની નેતાઓને સંબોધતા કહ્યું, ’ઈરાની નેતાઓ, જેઓ ટૂંક સમયમાં મારા પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરશે: હું આ મહિલાઓની મુક્તિની ખૂબ પ્રશંસા કરીશ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહિલાઓ એ હકીકતનું સન્માન કરશે કે ઈરાની નેતાઓએ આવું કર્યું. કૃપા કરીને તેમને કોઈ નુકસાન ન પહોંચાડો! આપણી વાટાઘાટો માટે એક સારી શરૂૂઆત હશે,’ ટ્રમ્પે કહ્યું. વહેલી સવારે, ટ્રમ્પે જાન્યુઆરી 2026 ના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ઈરાનમાં ફાંસીની રાહ જોઈ રહેલી આઠ મહિલાઓને મુક્ત કરવાની હાકલ કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે તેમની મુક્તિ શાંતિ વાટાઘાટો માટે એક સારી શરૂૂઆત હશે.ટ્રમ્પે કોઈપણ આયોજિત શાંતિ વાટાઘાટો પહેલા રાજદ્વારી સંકેત તરીકે તેમની વિનંતી રજૂ કરી હતી.

ઈરાન સાથે યુદ્ધવિરામ એકપક્ષીય લંબાવવાની જાહેરાત કરતા એક દિવસ પહેલા તેમની અપીલ આવી હતી. ઈરાની નેતાઓ, જેઓ ટૂંક સમયમાં મારા પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરશે: હું આ મહિલાઓની મુક્તિની ખૂબ પ્રશંસા કરીશ. મને ખાતરી છે કે તેઓ આ હકીકતનું સન્માન કરશે કે તમે આવું કર્યું. કૃપા કરીને તેમને કોઈ નુકસાન ન પહોંચાડો! આપણી વાટાઘાટો માટે એક સારી શરૂૂઆત હશે,’ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું.ટ્રમ્પે તેમના ફોટાઓનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જે મૂળ કાર્યકર્તા એયાલ યાકોબી દ્વારા ડ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

જોકે, આઠેયના નામ અને ઓળખ જાહેર કરવામાં આવી નથી. જાન્યુઆરી 2026 ના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ અથવા ચાલુ સંઘર્ષ દરમિયાન દુશ્મનને મદદ કરવાની શંકાના આધારે આ મહિલાઓને ફાંસીની સજાનો સામનો કરવો પડી રહ્યો હોવાના અહેવાલ છે. ઈરાની અધિકારીઓએ આ આઠ મહિલાઓ માટે ફાંસીની ચોક્કસ યોજનાઓની સત્તાવાર પુષ્ટિ કરી ન હતી. સંબંધિત ઘટનાક્રમમાં, ઈરાનના નાગરિક સંરક્ષણ સત્તાવાળાના એક વરિષ્ઠ અધિકારીને ઈઝરાયલના મોસાદ માટે જાસૂસી કરવાના દોષિત ઠેરવ્યા બાદ ફાંસી આપવામાં આવી હતી, એમ ઈરાની ન્યાયતંત્રના આઉટલેટ મિઝાન ન્યૂઝે બુધવારે અહેવાલ આપ્યો હતો. ઈરાનની સુપ્રીમ કોર્ટે તેમની સજાને સમર્થન આપ્યા બાદ અધિકારી, મહેદી ફરીદને ફાંસી આપવામાં આવી હતી.

તપાસ દરમિયાન, ફરીદે કબૂલાત કરી હતી કે તેણે સંગઠનાત્મક ચાર્ટ, આંતરિક ઇમારતોનો લેઆઉટ, સંરક્ષણ સુવિધાઓની સુરક્ષા વિગતો અને કર્મચારીઓના રેકોર્ડ સહિત સંવેદનશીલ માહિતી ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓને પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારે, મોહમ્મદ માસૂમ શાહી (38) અને હમેદ વાલિદી (45) ને તેહરાનની બહારની જેલમાં વહેલી સવારે ફાંસી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાંસી સાથે, 19 માર્ચથી ઓછામાં ઓછા 15 રાજકીય કેદીઓને ફાંસી આપવામાં આવી છે.

Exit mobile version