ગુજરાત
કોડીનારના અગ્રણી દયાવાન બાપુની મક્કા મદીના પગપાળા યાત્રાનો પ્રારંભ
કોડીનારના 61 વર્ષીય વૃદ્ધ અને જવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ અને આત્મવિશ્વાસ ધરાવતા મહમદઅલી બાપુ રફાઈ ઉર્ફે દયાવાન બાપુ કોડીનારથી આજે રવિવારે સાંજે પગપાળા સાઉદી અરબ મક્કા હજયાત્રાએ જતા હોય તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના સન્માન સમારોહનો કાર્યક્રમ મુસ્લીમ સમાજ ના જાંબાઝ અને નીડર એક સારા સામાજીક કાર્યકર અને યુવાનોનાં જેને મશિહા કહેવામાં આવતા સૈયદ સંજર બાપુ કાદરી ની નજર હેઠળ કાદરી મસ્જિદ ચોક માં રાત નાં પ્રોગ્રામ યોજાયો હતો જેમાં કોડીનાર મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ફુલહાર કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું મહમદઅલી બાપુ આજે સાંજે પગપાળા કોડીનારથી મક્કા હજયાત્રાએ જવા રવાના થયા હતા ત્યારે કોડીનાર હિન્દૂ મુસ્લિમ સમાજના અનેક લોકો બાયપાસ સુધી તેમની સાથે પગપાળા યાત્રામાં જોડાઈ તેમને પ્રોત્સાહિત કરી વિદાય આપિ હતી.
મહમદઅલી બાપુ કોડીનારથી નવી દિલ્લી પાકિસ્તાન એમ્બેસીમાંથી વિઝા લઈ પાકિસ્તાન ઈરાન ઈરાક વગેરે દેશોમાંથી પસાર થઈ અંદાજીત 16 મહિના સતત ચાલીને 2026માં મક્કા ખાતે હજ યાત્રામાં ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મહમદઅલી બાપુ અગાઉ કોડીનારથી અજમેર શરીફ ભદિયાદ તેમજ બાવળાવદર સહિત અનેક ધાર્મિક સ્થળોની પગપાળા યાત્રા કરી ચુક્યા હોય હવે તેઓ આ ઉંમરે પણ જવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને મક્કમ નિર્ધાર અને અડગ આત્મ વિશ્વાસ સાથે પગપાળા હજયાત્રા એ જતા હોય તેમની યાત્રા સુખમય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ કોડીનાર હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આપી હતી તેમજ ગુજરાત માં પહેલા વ્યક્તિ છે જે પગ પાળા મક્કા મદીના નાં મુબારક સફર ઉપર નીકળ્યા હતા આ આ સન્માન સમારોહને સફળ બનાવવા સૈયદ સંજર બાપુ કાદરી અને તેમની ટીમ દ્વારા ભારી જહેમત ઉઠાવી આ પ્રોગ્રામ સફળ બનાવાયો હતો