દાઉદના રાઇટ હેન્ડ સલીમ ડોલાને ભારત લવાયો

તુર્કીના ઇસ્તંબુલમાં ધરપકડ કરવામાં આવી હતી ડ્રગ્સ કિંગપીન અને દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાને ભારત લાવવામાં આવ્યો છે. સલીમ ડોલાને દિલ્હીના ટેકનિકલ એરપોર્ટ પર…

તુર્કીના ઇસ્તંબુલમાં ધરપકડ કરવામાં આવી હતી

ડ્રગ્સ કિંગપીન અને દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાને ભારત લાવવામાં આવ્યો છે. સલીમ ડોલાને દિલ્હીના ટેકનિકલ એરપોર્ટ પર તડીપાર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળીને ગુપ્તચર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન બાદ, સલીમ ડોલાને સફળતાપૂર્વક ભારત મોકલવામાં આવ્યો હતો. તાજેતરમાં જ તેની તુર્કીના ઇસ્તંબુલમાં ધરપકડ કરવામાં આવી હતી.

એવું જાણવા મળ્યું છે કે સલીમ ડોલાને આજે સવારે એક ખાસ વિમાનમાં દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. હાલમાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારબાદ, સલીમ ડોલાને મુંબઈ પોલીસને સોંપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોલા ’ડી કંપની’ વતી ભારતમાં ડ્રગ નેટવર્ક ચલાવતો હતો. ઉલ્લેખનીય છે કે ડોલાની ઇસ્તંબુલમાં ધરપકડ કરવામાં આવી હતી અને આજે સવારે ત્યાંથી તેને ભારત મોકલવામાં આવ્યો હતો.

ડોંગરીનો રહેવાસી ડોલા લગભગ એક દાયકા પહેલા ભારતમાંથી ભાગી ગયો ત્યારથી વિદેશમાં રહીને અનેક રાજ્યોમાં ફેલાયેલા નાર્કોટિક્સ નેટવર્કનું સંચાલન કરતો હતો. ભારતીય એજન્સીઓએ તેની સામે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂૂ કરી હતી, જેના કારણે તેને આજે ભારત પરત મોકલવામાં આવ્યો છે.