ચોટીલાના કુંઢડા ગામે પિતાએ લોટ દળવાનું કહેતા પુત્રીનો જ્વલનશીલ પ્રવાહી પી આપઘાત

ચોટીલા તાલુકાના કુંઢડા ગામે રહેતી અને ઈમિટેશનનું કામ કરતી યુવતીને પિતાએ લોટ દળવાનું કહેતા યુવતીને લાગી આવ્યું હતું. યુવતીએ આવેશમાં આવી જવંલનશીલ પ્રવાહી પી આપઘાત…

ચોટીલા તાલુકાના કુંઢડા ગામે રહેતી અને ઈમિટેશનનું કામ કરતી યુવતીને પિતાએ લોટ દળવાનું કહેતા યુવતીને લાગી આવ્યું હતું. યુવતીએ આવેશમાં આવી જવંલનશીલ પ્રવાહી પી આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલાના કુંઢડા ગામે રહેતી સપનાબેન કેશુભાઈ ધોળકીયા નામની 22 વર્ષની યુવતી તેના ઘરે હતી ત્યારે બેટરીનું પાણી પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવતીનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક સપનાબેન ધોળકીયા બે ભાઈ બે બહેનમાં વચેટ હતી અને પોતાના ઘરે જ ઈમિટેશનનું કામ કરતી હતી. ઈમિટેશનનું કામ કરતી સપનાબેન ધોળકીયાને પિતા કેશુભાઈ ધોળકીયાએ લોટ દળવાનું કહેતા સપનાબેનને માઠુ લાગી આવતાં જવલંનશીલ પ્રવાહી પી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.