ગુજરાત
દલ દેવળિયા ગામે પ્રૌઢનો ગળાફાંસો ખાઇ આપઘાત
માનસિક બીમારીથી કંટાળી પગલું ભર્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દલ દેવળીયા ગામમાં રહેતા 55 વર્ષના પ્રૌઢે પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે કે દલ દેવળિયા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ડાયાભાઈ મેપાભાઇ પરમાર નામના 55 વર્ષના પ્રૌઢ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા, અને તેની દવા ચાલતી હતી.
જેનાથી તેઓ પોતે કંટાળી ગયા હતા, અને અવારનવાર બધાને આપઘાત કરી લેવાનું જણાવતા હતા. દરમિયાન ગઈકાલે તેઓએ પોતાના મકાનના છતમાં લગાડેલા પંખામાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના સંબંધિ નિતેશભાઇ ધનજીભાઈ પરમારે પોલીસને જાણતા કરતાં શેઠ વડાળાના એ.એસ.આઈ. એ.એમ.પરમાર બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.