રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર NDAમાં ડખો, નવાબ મલિકનો ભાજપે કર્યો બહિષ્કાર
અજિત પવારની પાર્ટી એનસીપીએ નવાબ મલિકને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, જેના બાદથી મહારાષ્ટ્રના એનડીએ ગઠબંધન એટલે કેમ મહાયુતિમાં ભાગલા પડી ગયા છે. ભાજપે અજિત પવાર જૂથના નેતા નવાબ મલિકની ઉમેદવારીની આકરી ટીકા કરતાં કહ્યું કે અમે નવાબને સમર્થન નહીં આપીએ. NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCAને કહ્યું – અમે પ્રચાર નહીં કરીએ.
અજિત પવારની NCAએ નવાબ મલિકને મહારાષ્ટ્ર ચૂંટણીમાં માનખુર્દ શિવાજી નગર બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. અજિત પવારે છેલ્લી ઘડીએ ટિકિટ આપીને પોતાના પત્તા ખોલતાં ધમાચકડી મચી છે. ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસના આરોપી મલિકે બે નામાંકન દાખલ કર્યા હતા. જેમાં એક ઉમેદવારી NCAના સભ્ય તરીકે અને બીજી અપક્ષ તરીકે હતી. પરંતુ એનસીપીના સમર્થન બાદ તેમણે પોતાને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા હતા.
પાર્ટીના મહારાષ્ટ્રના વડા આશિષ શેલારે કહ્યું, ભાજપનું વલણ સ્પષ્ટ છે કે ગઠબંધનમાં તમામ પક્ષોએ પોતાના ઉમેદવારો નક્કી કરવા જોઈએ, પરંતુ અમે NCA તરફથી નવાબ મલિકની સત્તાવાર ઉમેદવારીને સમર્થન આપતા નથી. દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીનું સ્ટેન્ડ વારંવાર સ્પષ્ટ કર્યું છે. હું ફરીથી કહું છું કે ભાજપ નવાબ મલિક માટે પ્રચાર નહીં કરે. અમારે તેના માટે પ્રચાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે અમે દાઉદ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને અથવા દાઉદ સાથે સંબંધિત કોઈપણ મુદ્દાને સમર્થન આપીશું નહીં.
જો કે, ભાજપે મલિકની દિકરી સના મલિકને શંકાનો લાભ આપ્યો છે, જે અનુશક્તિ નગર બેઠક પરથી એનસીપીના સત્તાવાર ઉમેદવાર છે. જ્યાં તેમના પિતા નવાબ મલિક વર્તમાન ધારાસભ્ય છે. ભાજપે પણ સનાને સમર્થન આપવાની વાત કરી છે. ભાજપ બુલેટ પાટીલને સમર્થન આપશે તો બીજી તરફ ભાજપના કિરીટ સોમૈયાએ અજિત પવારની પાર્ટી અને નવાબ મલિક પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. એક્સ પર પોસ્ટ કરતી વખતે તેમણે કહ્યું કે અમે નવાબ મલિકને કોઈ પણ સંજોગોમાં સમર્થન નહીં કરીએ.