ક્રાઇમ
ગોંડલ સિંચાઇ વિભાગના રોજમદાર કર્મચારીઓ ત્રણ માસથી પગાર વિહોણા
ગોંડલ ની સિંચાઈ વિભાગ ની કચેરીના જુદા-જુદા ડેમો ઉપર રાત- દિવસ જોયા વિના ફરજ બજાવતા રોજમદારો ત્રણ-ત્રણ મહિનાથી પગાર વિહોણા હોય પચાસથી વધુ પરિવારની તહેવારને લઈને હાલત કફોડી બની છે. સિંચાઈ વિભાગ કચેરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના ત્રણ મહિના થી પગાર ન થતા નાના કર્મચારીઓની દિપાવલી તહેવારને લઈને હાલત કફોડી થવા પામી છે.
સિંચાઈ વિભાગ માં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના ત્રણ મહિના થી પગાર ન થતા કાર્યપાલક ઈજનેર અને અધિક્ષક ઈજનેરને વારંવાર મૌખિક રજુઆતો કરવા છતાં ઉચ્ચ અધિકારો પણ પગાર અપાવવામાં વામણા પુરવાર થયા છે.જ્યારે આજ વિભાગના કાયમી કર્મચારીઓને સમયસર પગાર તેમજ ધારાધોરણ મુજબ વધારો મળી રહ્યો છે. ત્યારે રોજમદાર કર્મચારીઓની હાલત કફોડી બની જવા પામી છે દિપાવલી તહેવારને લઈને આવા કર્મચારીઓ ના ત્રણ-ત્રણ મહિનાથી પગાર ન થતા પચાસથી વધુ પરિવારને દિપાવલી તહેવાર પણ ફિક્કો લાગવા માંડયો છે ત્રણ મહિના થી પગાર ન થતા અમુક કર્મચારીના લોનના હપ્તા ભરપાઇ નથી કરી શક્યા. જયારે અમુક કર્મચારી વ્યાજ ના વિષચક્રમાં ફસાઈ જતા હોય છે. તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આવા નાના અને રોજમદાર કર્મચારીઓને દિપાવલી પર્વ પહેલા ચડત પગાર સહિત ચુકવણા કરવા આદેશો કરે તેવી ઉચ્ચકક્ષાએ રોજમદારોની વ્યથાને ધ્યાને લઈ સામાજીક કાર્યકર ચંદુભાઈ ભાલાળા દ્વારા માંગ કરવામાં આવી છે.