રાષ્ટ્રીય
તમિલનાડુમાં ચક્રવાત ફેગલે તબાહી મચાવી
ચક્રવાત ફેગલે તમિલનાડુમાં હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદ, પૂર અને 70થી 80 પ્રતિ ક્લાકની ઝડપે પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું છે. ચેન્નાઇ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને રાહત શિબિરો પણ શરૂ કરી દેવાઇ છે. ભારે પૂરના કારણે ચોતરફ રસ્તામાં પાણી ભરાઇ ગયા છે. જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. જે તસવીરોમાં નજરે પડે છે.