ગુજરાત
ગઢડાના માંડવધાર ગામે લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતા રાજુભાઈ જેમાભાઈ વાઘેલા નામના વ્યક્તિએ ગામની પ્રાથમિક શાળા વાળી શેરીમાં આવેલ પોતાનાં પડતર મકાનમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું. જેની માહિતી બોટાદ SOG પોલીસને મળતા બોટાદ ડિવાયેસપી નવીન આહિર, SOG PI મયુરધ્વજસિંહ જાડેજા સહિત પોલીસ કાફલો માંડવધાર ગામે પહોંચ્યો હતો અને બાતમી વાળી જગ્યા પર તપાસ કરતા આ પડતર મકાનમાં અંદાજે 40થી વધુ લીલા ગાંજાનાં છોડનું વાવેતર કરેલું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગાંજાનો જથ્થો એફએસએલ મોકલવામાં આવ્યો છે.