આગામી મહિને લેવાનાર CTETની પરીક્ષા મોકુફ, ફરી અરજી પ્રક્રિયા શરૂ

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આયોજિત થનારી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરના અહેવાલો અને સત્તાવાર…

 

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આયોજિત થનારી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરના અહેવાલો અને સત્તાવાર સૂચના અનુસાર, નિર્ધારિત તારીખે યોજાનારી સીટીઇટી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે અને બોર્ડ દ્વારા પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

આ સાથે જ જે ઉમેદવારો અગાઉ ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હતા અથવા વિગતોમાં સુધારો કરવા માગતા હતા, તેમના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાની વિન્ડો પણ ફરીથી ખોલી દેવામાં આવી છે.
શિક્ષક બનવા ઇચ્છુક લાખો ઉમેદવારો માટે સીટીઇટી પરીક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બોર્ડ દ્વારા જારી કરાયેલ માહિતી મુજબ, વહીવટી કારણો અને વિવિધ રાજ્યોમાંથી મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને પરીક્ષા શિડ્યુલમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે.

નવી જાહેરાત મુજબ ઉમેદવારો હવે નિયત સમયમર્યાદા સુધી સીબીએસઈ સીટીઇટીના અધિકૃત પોર્ટલ પર જઈને પોતાની ઓનલાઇન અરજી સબમિટ કરી શકશે તેમજ જરૂૂરી ફી ભરી શકશે.

જે ઉમેદવારોએ પહેલેથી જ સફળતાપૂર્વક અરજી કરી દીધી છે, તેઓએ ફરીથી અરજી કરવાની જરૂૂર રહેશે નહીં, પરંતુ તેઓ જરૂૂર જણાય તો કરેક્શન વિન્ડો દરમિયાન પોતાના ફોર્મમાં સુધારો કરી શકશે. પરીક્ષાનું આયોજન દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ અથવા ઓફલાઇન ઘખછ પદ્ધતિ મુજબ નિર્ધારિત પ્રોટોકોલ સાથે કરવામાં આવશે.સીબીએસઈએ તમામ ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ પરીક્ષાની ચોક્કસ તારીખ, એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાના સમયપત્રક અને પરીક્ષા કેન્દ્રોની વિગતો માટે માત્ર સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવતી સત્તાવાર માર્ગદર્શિકા પર જ આધાર રાખે અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહે. નવી તારીખોના એલાનથી ઉમેદવારોને તૈયારી માટે વધારાનો સમય મળી રહેશે.