યુધ્ધ ફરી ભડકતા ક્રૂડ 96 ડોલરને પાર, શેરબજાર પટકાયું

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના વધુ એક ચોંકાવનારા નિવેદનને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના…

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના વધુ એક ચોંકાવનારા નિવેદનને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ રોકેટની ઝડપે વધી ગયા છે. આ સાથે જ જાપાન, સાઉથ કોરિયા અને હોંગકોંગ સહિત વિશ્વભરના શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. યુરોપના બજાર પણ નેગેટિવ જોવા મળી રહ્યા છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, વ્યાપારિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર હવે અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ આવી ગયું છે. આ સાથે જ તેમણે ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી હોવાનો દાવો પણ કર્યો હતો. વિશ્વની કુલ તેલ જરૂૂરિયાતના લગભગ 20% પુરવઠો જે માર્ગેથી પસાર થાય છે તે હોર્મુઝ સ્ટ્રેટ અંગેના ટ્રમ્પના દાવો બહાર આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં આગ લાગી ગઈ હતી.
હોમોઝને લઈને ફરી એક વખત ક્રુડ બજાર ગરમ જોવા મળી રહ્યું છે છેલ્લા બાર દિવસમાં ક્રૂડનો ભાવ 86 ડોલરથી વધીને ફરી એક વખત 96 ડોલર સુધી પહોંચી જતા વિશ્વના તમામ દેશોના અર્થતંત્રને અસર પડી છે.
ક્રૂડના ભાવ વધી જતા તેની સીધી અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળી છે આજે માર્કેટ ઉઘડતાની સાથે જ સેન્સેક્સમાં 700 અંક નીચે જોવા મળ્યો હતો.

બીજી બાજુ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો. લગભગ તમામ સેક્ટરના શેર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સૌથી મોટી અસર ઓટો શેર ને થઈ હતી બજાજ ઓટો ટીવીએસ મોટર ટાટા મોટર્સ, હીરો મોટો કોર્પ સહિતના સ્ટોકમાં ગાબડા પડ્યા હતા.

જોકે બપોર બાદ શેર બજારમાં થોડી રિકવરી જોવા મળી હતી. નિફ્ટી 75 સુધર્યો હતો બેંક નિફ્ટી માં પણ 400 પોઈન્ટ નો સુધારો જોવા મળ્યો હતો. જયારે વિશ્વભરના શેર બજારમાં હાલ નેગેટિવ વલણ જોવા મળી રહ્યું છે જાપાન સાઉથ કોરિયા હોંગકોંગ ચાઇના સહિતના બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે યુરોપના બજાર પણ આજે નેગેટિવ ઝોનમાં ખુલ્યા હતા.

સોના-ચાંદીમાં પણ કડાકા

શેરબજારની સાથે સાથે સોના ચાંદી માર્કેટમાં પણ કડાકા બોલી ગયા હતા. છેલ્લા 12 દિવસની અંદર સોનામાં 15 હજાર રૂૂપિયા નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે જ્યારે ચાંદીમાં 25000 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે. હજુ થોડા દિવસ પહેલા જ વાયદા બજારમાં પણ સોનાનો ભાવ 1,64,900 સુધી પહોંચી ગયો હતો જે આજે ઘટીને ₹1,49 900 સુધી પહોંચ્યા હતા બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ તડાકા યથાવત રહ્યા છે ચાંદી આજે વાયદા બજારમાં 224000 સુધી નીચે સરખી હતી જો કે બપોર બાદ સોના અને ચાંદીમાં થોડા સુધારા થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનાનો ભાવ 4640 સુધી પહોંચ્યો હતો જે ઘટીને આજે 4310 ડોલર સુધી સીમિત રહ્યો છે.સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 72 ડોલર સુધી પહોંચી હતી તે ઘટીને 63 ડોલરે આવી ગઈ છે.