CJPના દેખાવકારો પર બળપ્રયોગની જવાબદારી લેતા CRPFના વડા

  દેશના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શનો અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સુરક્ષા દળોની કામગીરી ચર્ચામાં છે. દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન…

 

દેશના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શનો અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સુરક્ષા દળોની કામગીરી ચર્ચામાં છે. દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર રાજકીય અને સામાજિક સ્તરે સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દો સંસદમાં પણ ગુંજી રહ્યો છે, જ્યાં વિરોધ પક્ષે સુરક્ષા દળો દ્વારા કથિત રીતે વધુ બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

આ જ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના મહાનિર્દેશક (Director General) જ્ઞાનેન્દ્રપ્રતાપસિંહે પોતાના જવાનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ફરજ દરમિયાન રાષ્ટ્રહિત, જનહિત અને કાયદાની મર્યાદામાં રહીને લેવાયેલા દરેક યોગ્ય નિર્ણયની સંપૂર્ણ જવાબદારી તેઓ પોતાના ખભે લેશે. તેમના આ નિવેદનને જવાનોનું મનોબળ વધારનાર અને મુશ્કેલ પરિસ્થિતિમાં વિશ્વાસ આપનાર સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.

27 જુલાઈએ યોજાયેલા CRPF સન્માન સમારોહ દરમિયાન જવાનોને સંબોધતા જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે ઓપરેશનલ બટાલિયન હોય કે કાયદો-વ્યવસ્થા જાળવતી યુનિટ, દરેક જવાને નિર્ભય બનીને પોતાની ફરજ બજાવવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો કોઈ કાર્યવાહી સંપૂર્ણપણે ફરજના હિતમાં અને નિયમો અનુસાર કરવામાં આવી હોય, તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓ CRPF પ્રમુખ તરીકે સ્વીકારશે. તેમણે કહ્યું કે, જવાનોને નિર્ણય લેતી વખતે કોઈ પણ પ્રકારનો ડર કે દબાણ અનુભવવાની જરૂૂર નથી. કાયદા અને ફરજની મર્યાદામાં રહીને લેવાયેલા યોગ્ય નિર્ણય માટે તેઓ હંમેશા જવાનોની સાથે ઊભા રહેશે.

જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે, દરેક જવાને ઈમાનદારી અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવવી જોઈએ. જો કાર્યવાહી કાયદા અને નિયમો મુજબ કરવામાં આવી હોય તો તેની જવાબદારી અંગે ચિંતા કરવાની જરૂૂર નથી. CRPF મુખ્યાલયે મેદાનમાં ફરજ બજાવતા જવાનોના ધૈર્ય અને સંયમની પણ પ્રશંસા કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે પડકારજનક પરિસ્થિતિઓમાં જવાનોએ ધીરજ અને વ્યાવસાયિકતા સાથે પોતાની ફરજ નિભાવી છે. સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ જવાન નિયમો વિરુદ્ધ અથવા બિનજરૂૂરી બળપ્રયોગ કરશે તો તેના વિરુદ્ધ CRPFના નિયમો અને કાયદા મુજબ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.