ગુજરાત
તળાજા પ્રાંત કચેરીમાં ટોળા ઉમટયા: ધરણા
અલંગ- સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડના ડેવલપમેન્ટ માટે ગ્રામ પંચાયત ની ગૌચરણ અને સરકારી પડતર જમીન પર થયેલા દબાણો ને દૂર કરવા માટે નોટિસો આપી ત્યાં સુધી ખાસ કોઈને જાજી ફિકરહતી નહિ.પરંતુ ગઈકાલે કોર્ટે પણ સ્ટે.ન આપતા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામા આવતા દબંગ,રાજકીય આગેવાનો થી લઈ સામાન્ય માણસોમા પણ ફફડાટ ફેલાઈ ગયો.
બીજી તરફ મણાર ગામની ગૌચરણ જમીન જે પાવલિયા વિસ્તારમાં તરીકે ઓળખાય છે ત્યાં ગેરકાયદસર ઉભા થયેલા મકાનો ને પાડવા માટે ની બીજી નોટીસ આપવા જતા તેનો વિરોધ કર્યા બાદ આજે આ વિસ્તારના બહેનો ભાઈઓ સહિતના મળી આશરે ત્રણસો જેટલા રહીશો તળાજા પ્રાંત અધિકારી જે.આર.સોલંકી ને અમારા મકાન ન પાડો,અમો ગરીબ માણસો છીએ,કાળી મજૂરી કરી ને મકાન ઉભા કર્યા છે.બહેન દીકરીઓ,બાળકો ને ક્યાં લઈને જઈશું તેવી કાકલુદી સાથે રજુઆત કરવા દોડી આવ્યા હતા.પ્રાંત કચેરીના મેદાનમા પલોઠીવાળી ને બેસી ગયા હતા.
જીલ્લા પંચાયત ના ભાજપ માંથી ચૂંટાયેલા રાજનભાઈ ભટ્ટ,સ્થાનિક આગેવાન શક્તિસિંહ ગોહિલ સહિતના ભાજપ આગેવાનો પણ રજુઆત કર્તાઓના સમર્થનમાં સાથે રહ્યા હતા.
પ્રાંત અધિકારી એ સૌને સાંભળ્યા બાદ સાંત્વના આપી હતીકે અમો એક સર્વે કરાવીશું. તમોને સાંભળીશું. બાદ ડીમોલેશન બાબતે નિર્ણય લઈશું.જોકે તેઓએ કાયદો કાયદા નું કામ કરશે.સૌ કાયદાને માન આપશો તેવી લાગણી વ્યક્ત કરી હતી.
ડે.કલેકટર એ ત્યાં સુધી કહ્યું હતુંકે કેટલાક લોકોએ બે વિઘા થી લઈ છ વિઘામાં બાંધકામ કરેલ છે!.ડે.કલેકટર એ કોઈ ખોટી રીતે હેરાન કરે તો મને રજુઆત કરી શકો છો.પણ કાયદા ની કોઈ અવગણના ન કરતા. જોકે સૌને સાંભળીને ન્યાયીક કાર્યવાહી કિરશુંના સાંત્વના ભર્યા શબ્દો ને લઈ રજુઆત કર્તાઓએ તાળીઓ થી વધાવીલીધા હતા.
ઉલ્લેખનીય છેકે રજુઆત કરવા દોડી આવેલ.ગોવિંદભાઈ એ જણાવ્યું હતુ કે અમોને જે જમીન આપી તેના મેં રૂૂપિયા ચૂકવ્યા હતા. કેટલા ચૂકવ્યા તે યાદ નથી.મૂળ તે સાંખડાસર ના રહેવાસી છે. અલંગ મજૂરી કામે ચાલીસ વર્ષ પહેલાં ગયા હતા.