ભાણવડના ગોપાલ પરા નેસ વિસ્તારમાં મુખ્ય રોડ પર ગતરાત્રિના સમયે એક મગર આવ્યો હોવાની જાણ ગ્રામજનોને થતા તેઓએ તુરંત ભાણવડના એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના રેસક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.
આથી એનિમલ લવર્સ સંસ્થાના રેસ્ક્યુઅર તુરંત સ્થળ પર પહોંચી જઈ ચારેક ફૂટના આ આ મગરને રેસ્ક્યું કરાયો હતો. રેસ્ક્યુ સમયે મગર જોવા માટે લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા. ત્યારે સ્થળ પર હાજર લોકોને આ બાબતે માહિતગાર પણ કરાયા હતા.
રેસ્ક્યુ બાદ આ મગરને તુરંત તેના મૂળ આવાસમાં મુક્ત કરાયો હતો. આ મગર બચાવની સેવા પ્રવૃતિમાં એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, વિશાલ ભરવાડ, અક્ષય સૂચક અને હારૂૂનભાઈ જોડાયા હતા.

