ગુજરાત
કલ્યાણપુર તાલુકાના ચપર ગામે અડધા કરોડની જમીન પચાવી પાડનાર પિતા-પુત્ર સામે લેન્ડગ્રે બિંગ હેઠળ ગુનોલેન્ડગ્રે બિંગ હેઠળ ગુનો
કલ્યાણપુરમાં રહેતા એક મહિલા તેમજ તેમના પરિવારની રૂૂપિયા 50 લાખ જેટલી કિંમતની સાડા બાર વીઘા જમીન વાવવા માટે રાખ્યા બાદ પચાવી પાડતા ચપર ગામના પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુરના મફતિયા પરા વિસ્તારમાં રહેતા સુશીલાબેન ભીમાભાઈ ગાંગાભાઈ ગોરડીયા નામના 47 વર્ષના અનુસૂચિત જાતિના મહિલા તેમજ તેમના ભાઈ-બહેનની સંયુક્ત માલિકીની જમીન ચપર ગામે આવેલી સર્વે નંબર 75 વાળી કુલ સાડા બાર વીઘા જમીન તેમના પિતાએ ચપર ગામના રામશીભાઈ મુરુભાઈ કરમુર અને લખમણ રામશીભાઈ કરમુરને વાવવા માટે આપી હતી.આ પછી સુશીલાબેન તેમજ તેમના પરિવારજનોએ ઉપરોક્ત બંને આસામીઓને જમીનનો કબજો ખાલી કરી આપવા જણાવ્યું હતું. પરંતુ બંને આરોપીઓએ જમીન તમને આપવી નથી. તમારાથી થાય તે કરી લો અને હવે પછી જમીન બાબતે આવ્યા છો તો જાનથી મારી નાખીશું- તેવી ધમકી આપ્યાનું પોલીસમાં જાહેર થયું છે.આમ, બંને આરોપીઓ દ્વારા આશરે રૂૂપિયા 50 લાખ જેટલી કિંમતની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી, પચાવી પાડીને તેનો ઉપભોગ કરતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે લેન્ડ ગ્રેબિંગ, એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયાના લાલપરડા ગામે માસૂમ બાળકીનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રહેતા રવિભાઈ પીઠાભાઈ નંદાણીયા નામના 25 વર્ષના યુવાનની દોઢ વર્ષની પુત્રી કિંજલનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ અહીંના પોલીસ મથકમાં કરવામાં આવી છે.