વાડી માલિક અને મજૂરની પત્નીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી : મહિલાના પતિ અને પરિવારના સભ્યો સહિત 27 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ
જસદણ પંથકના જીવાપર ગામે વાડી મજુરની પત્ની સાથે સાડા સંબંધમાં વાડી માલિક અને મજુરની પત્નીને મહિલાના પતિ સહીતના પરિવાર જનો અને ટોળાએ જાહેરમાં બેફામ ફટકારી તાલિબાની સજા આપ્યાની ઘટના બની છે. આ ઘટનાનો વિડિયો વાઈરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટના અંગે પોલીસે મહિલાના પતિ અને તેના પરિવાર સહીત 27 જેટલા ટોળા સામે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ જસદણનાં જીવાપર ગામની સીમમાં મહિલા-પુરૂૂષોનું ટોળુ એક પુરૂૂષ તથા એક મહિલાને બેફામ ફટકારતાં નજરે પડી રહ્યાં છે. પુરૂૂષ અને મહિલા બન્ને બચવા ચીસો પાડી રહ્યાં છે. પરંતુ કોઈ મદદે આવ્યું ન હતું. આ વિડીયો વાયરલ થયા બાદ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા એએસપીને ઘટના સ્થળે તપાસ માટે મોકલ્યા હતા. આ મામલે અંતે ગુનો નોંધાયો હતો. જેમાં મૂળ જીવાપર, આંબાવાડી વિસ્તારના વતની અને હાલ મોટા વરાછા, લજામણી ચોકમાં રહેતા જયસુખભાઈ મીઠાભાઈ બોદર (ઉ.વ.47)ની ફરિયાદને આધારે રાકેશ રમેશભાઈ બામનીયા ,રાકેશનો ભાઈ ચતુર , રાકેશનો ભાઈ મુકેશ , રાકેશનો ભાઈ ગણો , રાકેશનો સૌથી મોટોભાઇ , રાકેશના સૌથી મોટોભાઇના પત્ની રાકેશના માતા તથા અન્ય આશરે અજાણીયા વીસેક માણસોના નામ આપ્યા છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ જયસુખ ભાઈ ખેતીકામ કરી પરીવારનું ગુજરના ચલાવું છે. તેને સંતાનમાં બે દિકરા છે. જે બંને સુરત રહે છે. અને મારી પત્નીનું નામ વસન છે.
અને પતિ-પત્ની સુરત તથા જીવાપર ખાતે રહીએ છીએ, અને મારે જીવાપર ગામની સીમમાં આશરે ચાલીશ વિઘા જેટલી જમીન છે, જેમાંથી આશરે વીસેક વિઘા જેટલી જમીન રાકેશ રમેશભાઇ બામનીયા (મૂળ-તડવી ફળીયા, ચંદ્રશેખર આઝાદનગર, ભાવરા જી.અ લીરાજપુર રાજય મધ્યપ્રદેશ વાળા)ને ભાગવી વાવવા માટે આપેલ છે. ગઇ તા.10/02/20262026ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યે હું મારી વાડીયે ગયેલ ત્યારે ત્યા કોઇને જોયેલ ન હી જેથી મે મારા ભાગીયા રાકેશને ફોન કરી કહેલ કે, તમે બધા કયા ગયેલ છો. અ હી વાડીયે કેમ કોઇ નથી. તો તેણે મને કહેલ કે, હું મારા સાળા માંગીલાલ ભુરીયાની વાડીયે ભજીયા ખાવા માટે ગયેલ છું તેમ વાત કરેલ અને આ માંગીલાલ મારા મોટાભાઇ પ્રવિણભાઇની વાડી ભાગવી રાખતો હોય જેથી મે તેને ફોન કરી આ રાકેશ તેની વાડીયે આવેલ છે કે કેમ? તે અંગે ખરાઇ કરતા આ માંગીલાલે મને જણાવેલ કે, આ રાકેશે તેની પત્ની રમીલા સાથે ગઇ રાત્રીના જગડો કરેલ હોય જેથી રમીલાબેનને રાત્રે હું મારી વાડીયે લઇ આવેલ છું.
અને રાકેશ અહી આવેલ ન થી તેમ માંગીલાલે મને જણાવેલ જેથી હું મારૂૂ મોટર સાયકલ લઇને મારા ભાઇની વાડીયે ગયેલ જેથી માંગીલાલે મને કહે લ કે, રમીલાબેનને તમે તમારી વાડીયે લઇ જાવ જેથી હું રમીલાબેનને મારા મોટર સાયકલમાં મારા મોટાભાઇની વાડીયે થી મારી વાડીયે લઇને ગયેલ ત્યારે આ રાકેશ ત્યા હાજર હતો અને મે તેને તેની પત્ની સાથે કોઈ જગડો ન કરવાની સલા હ આપેલ બાદ હું મારા ઘરે જતો રહેલ હતો. બાદ બીજા દિવસે તા. 11/02/20252025ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યે હું મોટર સાયકલ લઇને મારી વાડી યે ગયેલ અને ત્યારે રાકેશ અમારી વાડીયે ન હતો પરંતુ તેની પત્ની રમીલાબેન તથા રમીલાબેનનો ભત્રીજો કમલેશ એમ બંને ત્યા વાડીયે હતા. જેથી હું વાડીયે આવેલ મકાને ફળીયામાં ખાટલા ઉપર બેસેલ હોય ત્યારે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વાડીમાલીકને જસદણ સરકારી દવાખાને દાખલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા એએસપીને ઘટના સ્થળે તપાસ માટે મોકલ્યા હતા. આ મામલે અંતે ગુનો નોંધાયો હતો.

