ગુજરાત
અશ્ર્લીલ ફિલ્મોને કારણે ગુનાહિત માનસિકતાવધી રહી છે, શિક્ષકોને મુખ્યમંત્રીની ટકોર
જેના હાથમાં છાત્રોના ભવિષ્યની જવાબદારી છે તેને આવો વિચાર કેમ આવે?
અમદાવાદની બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આયોજિત શોર્ટ ફેસ્ટ એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી વિજેતા ફિલ્મો સાથે સંકળાયેલા કસાકસબીઓને એવોર્ડ એનાયત કર્યો હતો. તેમજ આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ માત્ર યુવા અને નવા ફિલ્મકારોને પ્રોત્સાહન આપીને ગુજરાતી સિનેમા જગતના ભવિષ્ય માટેની ઈવેન્ટ નથી, આ ફેસ્ટિવલ એ વિવિધ શક્તિઓને જોડતો અને સર્જનાત્મક શક્તિને દર્શાવતો સેતુ પણ છે.
ગુજરાતના વિકાસની ગાથા અનંત છે, આ વિકાસ ગાથા પર પર ડોક્યુમેન્ટ્રીઝ તો બને જ છે. પણ સાથે સાથે આવી શોર્ટ ફિલ્મોના માધ્યમથી પણ યુવા નિર્માતાઓ લોકો સુધી વિકાસની સાફલ્ય ગાથા પહોંચાડે એવી નેમ આ પ્રસંગે વ્યક્ત કરી.
મને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો તેમની પ્રતિભા થકી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો ભાવ જન-જન સુધી પહોંચાડશે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવામાં તેમનું યોગદાન બહુમૂલ્ય રહેશે.તેમજ મુખ્યમંત્રીએ ફિલ્મોને કારણે ગુનાહિત માનસિકતા વધી રહી છે. તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર ગુનાહિત પ્રવૃતિ આચરાઈ રહી છે. જે બાબતે તેઓએ જણાવ્યું હતું કે વિકૃત માનસિકતામાંથી લોકોને બહાર લાવવા પડશે. રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા થતી ગુનાહિત પ્રવૃતિ અંગે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે, ક્યાંકને ક્યાંક એવી ભૂલ જે કોઈ કરી ન શકે તેવું જોવા મળે છે. શિક્ષકો, પ્રિન્સિપાલો આ બધાને કેવો આવો વિચાર આવી શકે? જેના હાથમાં વિદ્યાર્થીઓનાં ભવિષ્યની જવાબદારી છે તેઓ આવું કરે છે. આવા લોકો ગુનાહિત પ્રવૃતિમાં પડી જાય છે. તેમજ આવા લોકોને માનસિકતામાંથી બહાર લાવવા પડશે.