મિડલ ઇસ્ટના કારણે ક્ધસ્ટ્રક્શન કોસ્ટ વધી, મજૂરોની અછતના કારણે કિંમતોમાં પણ 10થી 20 ટકા વધારો
પશ્ચિમ એશિયામાં ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય દબાવની અસર ગુજરાતના આર્થિક વિકાસ પડી છે. રિયલ એસ્ટેટમાં પણ એવો જ હાલ જોવા મળ્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉપયોગમાં લેવાતો કાચો માલ સ્ટીલ, સિમેન્ટ અને એલ્યુમિનિયમની કિંમતમાં છેલ્લા થોડા સમયથી 20થી 50 ટકા મોંઘી થઈ ગઈ છે. જેને લીધે પ્રોજેક્ટ ખર્ચમાં ડેવલપર્સને માથે 20 ટકાનો વધારો થયો છે. જેનો બોજ ગ્રાહકને ભોગવવો પડે છે.
ઇરાન-ઇઝરાયેલ યુદ્ધમાં ઉદ્યોગોને રાહત મળે તે માટે ક્રેડાઈએ સંકેત આપ્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે સરકારે કોવિડ દરમિયાન રેરા અંતર્ગત ફોર્સ મેજ્યોરની જોગવાઈને લાગૂ કરી દીધી હતી. તે જ રીતે હાલની ગંભીર સ્થિતિને જોતા રેરા એક્ટની કલમ 6 હેઠળ ડેવલપર્સને પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા અંગે 6 માસની અવધિનો સમય વધારી આપવામાં આવે તે માટે ગુજરાત રેરા અધ્યક્ષ અને સીએમને આવેદન કરાયું છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને પગલે રિયલ એસ્ટેટ સેક્ટરની હાલત ખરાબ થઈ છે. જેથી આમ લોકોને પણ હવે પોતાનું ઘર લેવું પણ સ્વપ્ન સમાન બની રહેશે, જેથી ઉલ્લેખનીય છે કે, આગામી ટૂકાગાળામાં ઘરોની કિંમતોમાં આશરે 15થી 20 ટકાનો વધારો જોવા મળી શકે છે. ઉપરાંત ક્રેડાઈ અમદાવાદના અગ્રણીઓના નિર્દેશ મુજબ, જો યુદ્ધ પૂર્ણ થાય તો તેની અસર આવનારા 6 કે 8 મહિના સુધી સેક્ટર પર દેખાઈ શકે છે.
યુદ્ધની પરિસ્થિતિની અસર ગેસ આધારિત ઈન્ડસ્ટ્રીઝ પર જોવા મળી છે. તેમજ આની ગંભીર અસર આયાત પર નિર્ભર રહેનારા સેક્ટર પર પણ પડી છે. હાલ યુદ્ધની સ્થિતિને લીધે ઉદ્યોગોમાં મજૂરોની ભારે અછત છે, કાચો માલ પણ યોગ્ય સમયે ન મળતા પ્રોજેક્ટની ડેડલાઈનમાં વધારે મોડું થઈ શકે તેમ છે. આવી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાને લેતા ક્રેડાઈ અમદાવાદે સરકાર સમક્ષ પ્રોજેક્ટની મર્યાદામાં 6 મહિના સુધીના વધારાની માંગણી કરી છે.
ઉદ્યોગોએ સરકારને કરેલા આવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, ક્રૂડ તેલ પર આધારિત ઉત્પાદનોના પુરવઠો ખોરવાઈ જતાં ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાનના ખર્ચમાં ભારે વધારો જોવા મળ્યો છે. જેને લીધે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉપયોગી એવા કાચા માલના ભાવમાં સપ્લાયર્સે 30થી 60 ટકા સુધીનો ભારે ભાવ વધારો ઝીંકી દીધો છે.
બિલ્ડર્સની સરકાર સમક્ષ મુખ્ય માગણી
રેરા અંતર્ગત પ્રોજેક્ટ પૂરો કરવા માંટે 6 મહિનાની મુદતમાં વધારો
કોવિડની માફક રેરા હેઠળ પ્રોજેક્ટની સમય મર્યાદામાં 6 મહિના વધારો
કાચા માલના કૃત્રિમ ભાવ વધારા પર સરકારી અંકુશ
ઘર ખરીદવા માંગતા પરિવારો માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહતની માંગણી
એફોર્ડેબલ હાઉસિંગમા પાર્કિંગને એફએસઆઈની ગણતરીમાંથી બાકાત
