ગુજરાત
દરેડના વેપારીને બે ચેક રિટર્ન કેસમાં બબ્બે વર્ષની સજા ફટકારતી અદાલત
જામનગર ના દરેડ વિસ્તાર માં આવેલ ઋષભ મેટલ્સ નામની પેઢી ના માલિક ને બે કેસ માં બે-બે વર્ષ ની કેદ ની સજા તેમજ રૂૂા.5,50,000 ની રકમનું વળતર ચૂકવવાનો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે.
જામનગરના દરેડ, જી.આઈ.ડી.સી. માં આવેલ ઋષભ મેટલ્સ ના નામથી ચાલતી પેઢીના પ્રોપરાઈટર ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) ને ધંધાકીય કામ સબબ નાણાની જરૂૂરીયાત ઉપસ્થિત થતા જામનગર માં રહેતા લખધીરસિંહ નાથુભા ચુડાસમા પાસે થી રૂૂા.2,50,000 અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા પાસે થી રૂૂા.2,50,000 રોકડા ઉછીના લીધા હતા. અને બંને લોકો પાસે થી લીધેલ રકમની પરત ચુકવણી માટે બંને વ્યક્તિઓને ચેકો આપેલ હતા.
જેથી એ ચેકો લખધીરસિંહ નાથુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા દ્રારા બેંકમાં રજુ કરતા બંને ચેક અપૂરતા નાણા ભંડોળ નાં કારણે પરત ફર્યા હતા.
જેથી લખધીરસિંહ નાથુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા દ્વારા ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) વિરુદ્ધ જામનગરના ચીફ જ્યુડીશ્યલ મેજી. સમક્ષ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ અલગ-અલગ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટ એ ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) ને અદાલત સમક્ષ હાજર રહેવા નો હુકમ ફરમાવેલ હોય.
જેમાં આરોપી ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા એ ગુનો કર્યાનો ઇનકાર કરેલ જેથી બંને કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા ને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબની બંને ફરિયાદના કામે તકસીરવાર ઠરાવી બંને કેસોમાં બે-બે વર્ષ ની કેદ ની સજા ફરમાવવામાં આવે છે. અને લખધીરસિંહ નાથુભા ચુડાસમાને રૂૂા.2,50,000 અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવાને રૂૂા.3,00,000 જે દંડની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ ફરમાવેલ છે. અને જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત બંને ફરિયાદના ફરિયાદીઓ તરફે ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરલ વી. ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા, સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયા હતા.