દુષ્કર્મનો ભોગ બનેલી બે સગીરા હોસ્ટાઇલ છતાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

અમદાવાદમાં બે સગીરા ઉપર દૂષ્કર્મની ઘટનામાં બન્ને સગીરા હોસ્ટાઇલ થવા છતાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારતા ચુકાદો આપ્યો હતો કે, કાયદા મુજબ સગીર…

અમદાવાદમાં બે સગીરા ઉપર દૂષ્કર્મની ઘટનામાં બન્ને સગીરા હોસ્ટાઇલ થવા છતાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારતા ચુકાદો આપ્યો હતો કે, કાયદા મુજબ સગીર વયે સંમતી કાયદેસર ગણાતી નથી, તેથી પ્રેમસંબધ કે, સંમતિથી સેક્સના બચાવથી આરોપીનો ગુનો નાબુદ થતો નથી.

આ કેસની હક્કિત મુજબ અમદાવાદમાં હરેશ પટ્ટણી સામે વર્ષ 2022માં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી.24 મે, 2022ના રોજ ભોગ બનનાર 13 વર્ષ અને 10 મહિનાની સગીરા ઘરેથી જમવાનું લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરત ફરી ન હતી. આ અંગે ભોગ બનનારની માતાએ તારીખ 4 જૂન,2022ના રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમિયાન તારીખ 22 જૂન ,2022ના રોજ સગીરા મળી આવી હતી અને તારીખ 6 જુલાઈ,2022ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવા અને રાજકોટ તથા સુરેન્દ્રનગર સહિતના વિવિધ સ્થળોએ લઈ જઈ એકથી વધુ વખત દુષ્કર્મ આચરવા બદલ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

બીજા કેસમાં આરોપી સામે વર્ષ 2022માં મેઘાણીનગર પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.તારીખ 24 જૂન ,2022ના રોજ રાત્રે ભોગ બનનાર 13 વર્ષ અને 11 મહિનાની સગીરા લારી મૂકવા માટે નજીકની એક સ્કૂલ પાસે ગઈ હતી અને ત્યારબાદ પરત ફરી ન હતી. આ અંગે સગીરાની માતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 4 જુલાઈ,2022ના રોજ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે ભોગ બનનાર અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતો અને સગીરા પોતાની મરજીથી ઘરેથી નીકળી મહેસાણા ગઈ હતી, જ્યાંથી તેણે આરોપીને બોલાવ્યો હતો. ત્યારબાદ બંને રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ અને પાલનપુર જેવા સ્થળોએ રોકાયા હતા, જ્યાં આરોપીએ સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.

તબીબી તપાસમાં ભોગ બનનારને 6 અઠવાડિયાનો ગર્ભ હોવાનું જણાયું હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તારીખ સગીરાનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. ગર્ભપાત બાદ લેવામાં આવેલા ગર્ભના નમૂના, ભોગ બનનાર અને આરોપીના લોહીના નમૂનાઓના ઉગઅ પરીક્ષણમાં વૈજ્ઞાનિક રીતે સાબિત થયું હતું કે આરોપી અને ભોગ બનનાર જ તે ગર્ભના જૈવિક માતા-પિતા છે. કોર્ટે નોંધ્યું હતું કે, ભોગ બનનાર સગીરા જુબાની દરમિયાન હોસ્ટાઈલ જાહેર થઈ હતી અને તેણે આરોપી સાથે પ્રેમસંબંધ હોવાનું તથા પોતાની મરજીથી ગઈ હોવાનું જણાવ્યું હતું. જો કે કોર્ટે ઠરાવ્યું કે કાયદાની નજરમાં સગીરની સંમતિનું કોઈ મહત્વ નથી, તેથી સગીરા સાથે બાંધવામાં આવેલો શારીરિક સંબંધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો ગણાય છે.