Site icon Gujarat Mirror

સંગીતકાર એ.આર. રહેમાનને રૂા.બે કરોડનો દંડ ફટકારતી કોર્ટ

પ્રખ્યાત સંગીતકાર અને ગાયક એઆર રહેમાનને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્કાર વિજેતા ગાયક અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝ પર ગીતની કોપી કરવાનો આરોપ લાગ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે 2023 ની ફિલ્મ પોન્નિયનસેલ્વન 2 ના ગીત પવીરા રાજા વીરાથના સંગીતના કોપીરાઈટ ઉલ્લંઘનના કેસમાં એઆર રહેમાન અને પ્રોડક્શન કંપની મદ્રાસ ટોકીઝ પર 2 કરોડ રૂૂપિયાનો વચગાળાનો દંડ ફટકાર્યો છે.

કોર્ટે માન્યું છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત તમિલ ફિલ્મ પોન્નિયનસેલ્વન 2નું ગીત પવીરા રાજા વીરાથ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરના પિતા અને કાકા દ્વારા રચિત પશિવા સ્તુતિથ ની નકલ છે. દિલ્હી હાઈકોર્ટમાં ધ્રુપદ સંગીતકાર ઉસ્તાદ વસીફુદ્દીન ડાગરે અરજી દાખલ કરીને અરજીમાં જણાવ્યું કે એઆર રહેમાને ફિલ્મ પોન્નિયન સેલ્વન 2 માં તેમને ક્રેડિટ આપ્યા વિના તેમના સંગીતનો ઉપયોગ કરીને કોપીરાઈટનું ઉલ્લંઘન કર્યું છે.

કોર્ટે કહ્યું કે વીરા રાજા વીરા ગીતની સૂર અને લય શિવ સ્તુતિ ગીત જેવી જ છે, સાથે જ તે કેટલાક ફેરફારો સાથે શિવ સ્તુતિ જ લાગે છે. બસ, આમાં નાના ફેરફારો થયા છે. કોર્ટે તારણ કાઢ્યું કે સંગીતની રચના, લય અને બીટ મૂળ ગીત સાથે ખૂબ જ મળતી આવે છે. તેથી, આ કોપીરાઈટ ઉલ્લંઘનની શ્રેણીમાં આવે છે. કોર્ટે ફિલ્મ પ્રોડક્શન કંપની મદ્રાસ ટોકીઝ અને ગાયક એઆર રહેમાનને કોર્ટ રજિસ્ટ્રીમાં 2 કરોડ રૂૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરના પરિવારને 2 લાખ રૂૂપિયાનું વળતર ચૂકવવાનું કહેવામાં આવ્યું છે.

Exit mobile version