રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક પ્રૌઢનુ હાર્ટએટેકથી મોત નીપજ્યુ હતુ. કોઠારીયા રોડ પર રહેતા કોન્ટ્રાક્ટર પૌઢ સ્કૂટર લઇ જતા હતા ત્યારે ચાલુ સ્કૂટરે જ હાર્ટએટેક આવી જતા તેઓ ઢળી પડ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર રામપાર્ક શેરી નં.4માં રહેતા ઉકાભાઇ માવજીભાઇ સખીયા (ઉ.વ.54) નામના પટેલ પ્રૌઢ આજે સવારે પોતાનુ સ્કૂટર લઇ જતા હતા ત્યારે ઢેબર રોડપર કડવીબાઇ સ્કૂલ પાસે પહોંચતા ચાલુ સ્કૂટરે એટેક આવી જતા તેઓ પડી ગયા હતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નીપજ્યુ હતુ.
પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ ચાર બહેનમાં નાના અને ક્ધટ્રકસનનું કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

