ધૂરંધર : ધ રિવેન્જના સંગીતની ગ્રેમી એવોર્ડ્સ માટે દાવેદારી

બોક્સ ઓફિસ પર સફળતા મેળવ્યા બાદ આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ હવે આંતરરાષ્ટ્રીય સંગીતના મંચ પર પોતાની હાજરી નોંધાવવા તૈયાર છે. ફિલ્મનાં નિર્માતાઓએ આગામી…

બોક્સ ઓફિસ પર સફળતા મેળવ્યા બાદ આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ હવે આંતરરાષ્ટ્રીય સંગીતના મંચ પર પોતાની હાજરી નોંધાવવા તૈયાર છે. ફિલ્મનાં નિર્માતાઓએ આગામી 2027ના ગ્રેમી એવોર્ડ્સ માટે તેના સાઉન્ડટ્રેકને 9 કેટેગરીમાં વિચારણા માટે રજૂ કર્યો છે. રેપ, પોપ અને ઇલેક્ટ્રોનિક સંગીત સહિત વિવિધ કેટેગરીમાં દાવેદારી નોંધાવવાની આ પહેલ ફિલ્મના સંગીતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના પ્રયાસરૂૂપે જોવામાં આવે છે.ફિલ્મને સમર્થન આપનારા પ્રોડક્શન હાઉસ સ્ટુડિયોએ ગુરુવારે સાંજે સોશિયલ મીડિયા પર ગ્રેમી કેમ્પેઇનની જાહેરાત કરી હતી. ફિલ્મનું નિર્માણ જિયો સ્ટુડિયોઝ અને મ્62 સ્ટુડિયોઝે કર્યું છે, જ્યારે સંગીતનું નિર્માણ ટી-સિરીઝ દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મનાં સંગીતકાર શાશ્વત સચદેવનું નામ ’બેસ્ટ કમ્પાઇલેશન સાઉન્ડટ્રેક ફોર વિઝ્યુઅલ મીડિયા’ કેટેગરીમાં વિચારણા માટે રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ’ક્ધહૈયા’ ગીતને ’બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ’ અને ’આરી આરી’ને ’બેસ્ટ એશિયન પોપ મ્યુઝિક પર્ફોર્મન્સ’ કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યું છે.અન્ય કેટેગરીમાં પણ ફિલ્મના ગીતોનો સમાવેશ થાય છે. ’ફિર સે’ને ’બેસ્ટ સોંગ રિટન ફોર વિઝ્યુઅલ મીડિયા’, ’જાન સે ગુઝરતે હૈ’ને ’બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ’, ’જાઇયે સજના’ને ’પોપ ડ્યૂઓ/ગ્રુપ પર્ફોર્મન્સ’, ’વારી જાવાં’ને ’બેસ્ટ ડાન્સ/ઇલેક્ટ્રોનિક રેકોર્ડિંગ’, ’હમ પ્યાર કરને વાલે’ને ’બેસ્ટ રિમિક્સ્ડ રેકોર્ડિંગ’ અને ’ડેસ્ટિની – મન અટકેયા’ને ’બેસ્ટ રેપ પર્ફોર્મન્સ’ કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યાં છે.