Site icon Gujarat Mirror

ભુજ તાલુકા વિકાસ અધિકારી સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીથી ખળભળાટ

કૂકમામાં દુકાનદારે હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ મેળવ્યો છતાં દુકાનનો ભાગ તોડી પાડયો હતો

થોડા માસ પૂર્વે કુકમામાં દબાણ હટાવ કામગીરી દરમ્યાન એક દુકાનદારે હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ મેળવ્યો, છતાં દુકાનનો આગળનો ભાગ તોડી પડાતાં ભુજ તાલુકા વિકાસ અધિકારી સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂૂ થઇ છે. આ કેસની વિગતો મુજબ કુકમાના સુલેમાન જુસબ કકલને પંચાયતે આપેલી બસ સ્ટેશન સામેની જમીન ઉપર ટાયર- ટયુબનો ધંધો શરૂૂ કરવા દુકાન બનાવી હતી.

આ સંદર્ભે પંચાયતે નોટિસ કાઢી, જેને સુલેમાને હાઇકોર્ટમાં પડકારતાં કોર્ટે વચગાળાનો દરમ્યાન મનાઇ હુકમ આપ્યો અને આ સંદર્ભે ભુજ તાલુકા વિકાસ અધિકારી તથા કુકમાના તલાટીને નોટિસની બજવણી થઇ છતાં વિવાદીની દુકાનના આગળનો કેટલોક ભાગ તોડી નુકસાન કરતાં આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂૂ કરી અને ભુજ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ 25000ના નોનબેલેબલ વોરંટ ઇસ્યૂ કરેલ છે. આ કેસ ચલાવામાં અરજદાર તરફેના વકીલ મનન કે. પાનેરી, દિનેશભાઇ એમ. ગોહિલ, યોગેશભાઇ ચારણિયા તથા ધનજીભાઇ મેરિયા હાજર રહ્યા હતા.

Exit mobile version