રાષ્ટ્રીય
વૃંદાવનના કૃપાલુ મહારાજની પુત્રીના મોત પાછળ કાવતરાની આશંકા
પ્રેમ મંદિર વૃંદાવનના સંસ્થાપક જગદગુરુ કૃપાલુ મહારાજની ત્રણ પુત્રીઓ સાથે થયેલા અકસ્માતના કેસમાં નવો વળાંક આવ્યો છે. કાર ચાલક દ્વારા દાખલ કરાયેલા કેસમાં આ ઘટનામાં ષડયંત્રની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ અકસ્માત હતો કે ષડયંત્ર બંને એંગલથી તપાસ કરી રહી છે.આ અકસ્માત હતો કે ષડયંત્ર પોલીસ હવે બંને એંગલથી તપાસ કરી રહી છે.કૃપાલુ મહારાજની ત્રણ પુત્રીઓનો રવિવારે યમુના એક્સપ્રેસ વે પર દનકૌર પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પ્રેમ મંદિરના પ્રમુખ ડો. વિશાખા ત્રિપાઠીનું મોત થયું હતું, જ્યારે તેની બે બહેનો શ્યામા ત્રિપાઠી, ક્રિષ્ના ત્રિપાઠી અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કૃપાલુ મહારાજની ત્રણ દીકરીઓ સિંગાપોર જવા માટે વૃંદાવનથી દિલ્હી એરપોર્ટથી રવાના થઈ હતી.
દનકૌર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે કાર ચાલકે આશંકા વ્યક્ત કરી છે કે કોઈએ જાણી જોઈને આ ઘટનાને અંજામ આપ્યો છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. કૃપાલુ મહારાજની પુત્રીઓની કારને ટક્કર મારનાર ટ્રકના હેલ્પરની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે ડ્રાઈવરની શોધખોળ ચાલુ છે.