કોડીનારમાં કોંગ્રેસના સૂપડા સાફ, તમામ 28 બેઠકો પર કમળ ખીલ્યું

30 વર્ષથી ભાજપનું શાસન અકબંધ કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં વધુ એેક વખત ભાજપનો ભગવો લહેરાયો છે અને 30 વર્ષથી શાસન અકબંધ રાખી ભાજપે તમામ 28 બેઠકો…

30 વર્ષથી ભાજપનું શાસન અકબંધ

કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં વધુ એેક વખત ભાજપનો ભગવો લહેરાયો છે અને 30 વર્ષથી શાસન અકબંધ રાખી ભાજપે તમામ 28 બેઠકો જીતી લીધી છે. જયારે કોંગ્રેસનુ ખાતુ પણ ખૂલ્યુ નથી. ચૂંટણી પહેલા જ 4 બેઠકો ભાજપને બિનહરિફ મળી હતી જયારે બાકીની 24 બેઠકોની ચૂંટણી યોજાતા તમામ બેઠકો ભાજપે જીતી છે. નગરપાલિકાના તમામ સાતેય વોર્ડમાં ભાજપના ઉમેદવારો ચૂંટાઇ આવતા બપોરે વિજેતા ઉમેદવારોનુ ભવ્ય વિજય સરઘસ પણ નીકળ્યુ હતુ. કોડીનારમાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીનો દબદબો યથાવત રહ્યો છે.