ગુજરાત
ગાંધીનગરમાં કોંગ્રેસનું હલ્લાબોલ, આઈપીએસ પાંડિયન સામે ઉગ્ર પ્રદર્શન
કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને સી.આઈ.ડી. ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયન વચ્ચે ચાલતો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે અને આજે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા તથા 500 જેટલા કાર્યકરોએ ગાંધીનગરમાં ડી.જી.ઓફિસે જઈ ઉગ્ર પ્રદર્શન કર્યુ હતું. અને રાજકુમાર પાંડિયનને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. સાથો સાથ આ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.