વિપક્ષના સાંસદો સાથેના દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસનો આજે ‘બ્લેક ડે’, દેશભરમાં દેખાવો

ચૂંટણી પંચ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધનના સાંસદો સાથે કથિત દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસ આજે ‘કાળો દિવસ’ મનાવી રહી છે. રાજ્ય, જિલ્લા અને બ્લોક…

ચૂંટણી પંચ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધનના સાંસદો સાથે કથિત દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસ આજે ‘કાળો દિવસ’ મનાવી રહી છે. રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે. બુધવારે પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCCs) ના પ્રમુખોને મોકલવામાં આવેલા પત્રમાં, કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે પાર્ટીના તમામ રાજ્ય, જિલ્લા અને બ્લોક/મંડળ એકમોએ 8 ઓક્ટોબરે વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવું જોઈએ.

દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આજે લંચ બેઠક યોજી વિપક્ષી નેતાઓ સાથે હવે પછીના કાર્યક્રમોની ચર્ચા કરી હતી. પત્રમાં જણાવાયું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ઈન્ડિયા’ ગઠબંધનના સાંસદો ચૂંટણી પંચ પાસેથી જવાબદારીની માંગ કરવા માટે શાંતિપૂર્ણ રીતે જંતર-મંતર તરફ કૂચ કરી રહ્યા હતા, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા અને તેમની સામે કથિત રીતે બળપ્રયોગ કરવામાં આવ્યો.

અહેવાલો મુજબ બિહાર, જમ્મુ-કાશ્મીર અને તેલંગાણામાં સીઇસીના રાજીનામાની માગ અને વિપક્ષના નેતાઓ પર પોલીસના બળપ્રયોગના વિરોધમાં દેખાવો યોજાયા હતા. કર્ણાટકના પાટનગર બેંગલુરૂમાં સીજેપી આયોજિત દેખાવોમાં જાણીતા યુ-ટયુબર ધુવ રાઠીએ પણ ભાગ લીધો હતો.