કોડીનારમાં કોંગ્રેસ મહામંત્રી પર પૂર્વ સાંસદ સહિતનાનો હુમલો, પોલીસમાં અરજી

  ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ જેઠાભાઈ મકવાણાએ કોડીનાર પોલીસમાં આપેલી અરજી મુજબ રવિવારે મહેશભાઈ અને તેમના ગાર્ડ, મિત્ર બાલુભાઈ જાદવ, મનહરભાઈ મોરી આલીદર…

 

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ જેઠાભાઈ મકવાણાએ કોડીનાર પોલીસમાં આપેલી અરજી મુજબ રવિવારે મહેશભાઈ અને તેમના ગાર્ડ, મિત્ર બાલુભાઈ જાદવ, મનહરભાઈ મોરી આલીદર બેઠકના ગામડાઓમાં જતા હતા એ સમયે પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેમના માણસો દ્વારા અરીઠીયા ગામથી કારનો પીછો કરાયો હતો.

જેથી મહેશભાઈએ એસપી કંટ્રોલરૂૂમમાં જાણ કરી હતી. તેમજ રેન્જ આઈજીને પણ જાણ કરી હોવાનું જણાવ્યું હતું. બાદમાં સાઢણીધાર, પાવટી, કંટાળા, ગીરદેવળી ગામથી સીધા જ જતા હતા. ત્યારે કોડીનાર પોલીસની ગાડીએ આલીદર બેઠક ઉમેદવારના પતિ ભીખાભાઈની ગાડી રોકાવતા તેમની પાછળ અમારી ગાડી હતી.
અમારી કારનો પીછો કરી રહેલ સિંધાજગામે બપોરે 12પછી કારમાંથી ભાજપ ઉમેદવારના પતિ વિશાલ ગાધે, જયવંત બારડ, અનિલ બારડ, અજીત બારડ, અશ્વિન ઝાલા, રઘુ ઝાલા, વિશાલ બારડ, રવિ ગોહિલ સહિત 20 થી 25 લોકોએ પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સાથે ષડયંત્ર રસી ટોળકી બનાવી હૂમલો કર્યો હતો.

અને મહેશભાઈની સાથે તેમના મિત્રો તેમજ ભીખાભાઈ સોલંકીની ગાડીમાં બેઠેલા સ્વ. અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી રામભાઈ સોલંકી તેમના ગાર્ડ અને રામભાઈ ગોહિલ સહિતે બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પીએસઆઈ પોલીસ કર્મીઓ વચ્ચે પડ્યા હતા. આ કેસમાં પૂરાવા રજૂ કરી તપાસની માંગ કરવામાં આવી છે.