કોંગ્રેસ દ્વારા કપટ અને છેતરપિંડી કરી ખેડૂત આંદોલન તોડી નાખ્યું: ‘આપ’

મંજૂરી હતી નહીં છતા ગાંધીનગર જવાની જાહેરાત કરી ખેડૂતોને છાવર્યા ગુજરાતમાં તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલું ખેડૂતોનું આંદોલન કઈ રીતે અને કોના કારણે તૂટ્યું, તે મુદ્દે આમ…

મંજૂરી હતી નહીં છતા ગાંધીનગર જવાની જાહેરાત કરી ખેડૂતોને છાવર્યા

ગુજરાતમાં તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલું ખેડૂતોનું આંદોલન કઈ રીતે અને કોના કારણે તૂટ્યું, તે મુદ્દે આમ આદમી પાર્ટી (અઅઙ) ના અગ્રણી નેતાઓ પ્રવીણ રામ, અજીત લોખીલ અને પંકજ રાણસરીયાએ પત્રકાર પરિષદ યોજીને ગંભીર ખુલાસા કર્યા છે. ’આપ’ના નેતાઓએ સીધો પ્રહાર કરતા જણાવ્યું છે કે, કોંગ્રેસના કપટ, લાલચ અને પોતાની રાજકીય નિષ્ફળતા છુપાવવાની નીતિને કારણે જ ખેડૂતોનું આ આંદોલન અધવચ્ચેથી જ ભાંગી પડ્યું છે. ’આપ’ના નેતા પ્રવીણ રામે કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસ જો સાચી હોય તો એ જાહેર કરે કે તેમણે ગાંધીનગરની રેલીની મંજૂરી ક્યારે માંગી હતી? અને જો રેલી નામંજૂર થઈ હોય તો તેનો લેટર જનતા સામે લાવે.” તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે ગાંધીનગર સુધીની પરમિશન જ માંગી ન હતી.

ખેડૂતોને ગુમરાહ કરવા ગાંધીનગરની વાતો કરવામાં આવી, પરંતુ વાસ્તવમાં પરમિશન માત્ર અમદાવાદના ઓગણજ સુધીની જ લેવાઈ હતી. પરમિશનના લેટરમાં પણ સ્પષ્ટ લખેલું છે કે ત્યાં કોંગ્રેસની સભા થશે અને અમિત ચાવડા હાજર રહેશે. કોંગ્રેસ આ રીતે છેલ્લા 30 વર્ષથી ગુજરાતના ખેડૂતોને છેતરે છે, અને એટલે જ ભાજપ સત્તા પર બેઠી છે. ફેબ્રુઆરી મહિનાથી શરૂૂ થયેલા આંદોલનનો ચિતાર આપતા ’આપ’ નેતા પંકજ રાણસરીયાએ જણાવ્યું કે, “એક ખેડૂતના દીકરા તરીકે મેં આ આંદોલનમાં પાલભાઈ સાથે ખભેખભો મિલાવીને સમર્થન આપ્યું હતું. કંટારાથી મોરબીની રેલીનું આયોજન થયું, જે પણ અધવચ્ચે રોકી દેવાઈ.