શાળાઓમાં બાળકોના ડ્રોપઆઉટ ઘટાડવા વાલીઓનું ફરજિયાત કાઉન્સેલિંગ કરાશે

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવના માધ્યમથી 100 ટકા બાળકોનું નામાંકન કરાવવાનો લક્ષ્યાંક રાખી કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે 6.41 લાખ બાળકોનો પુન:…

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવના માધ્યમથી 100 ટકા બાળકોનું નામાંકન કરાવવાનો લક્ષ્યાંક રાખી કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે 6.41 લાખ બાળકોનો પુન: પ્રવેશ કરાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જોકે, પ્રવેશ અપાવ્યા બાદ અમુક કિસ્સામાં વાલીઓની જાગૃતિના અભાવે વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા હોય છે.

જેના પગલે શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે બાળકોની સાથે હવે તેમના માતા-પિતાનું પણ ફરજિયાત કાઉન્સેલિંગ કરવામાં આવશે. જેમાં માતા-પિતાને શિક્ષણનું મહત્વ સમજાવવા સાથે કારકિર્દી ઘડવા માટે માટે પણ શિક્ષણ કેટલું મહત્વનું છે તે સમજાવી બાળકોને ભણાવવા માટે વાલીઓ પણ પ્રેરિત થાય તેવા પ્રયાસો કરાશે.જોકે, માત્ર શાળામાં નામ નોંધાવી દેવાથી શિક્ષણનો હેતુ સિદ્ધ થતો નથી.

વાસ્તવિક પડકાર એ છે કે, પ્રવેશ મેળવ્યા બાદ પણ બાળકો અધવચ્ચેથી શાળા છોડી ન દે અને વર્ગખંડમાં નિયમિત હાજરી આપે. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને સરકારે આ વખતે એક મોટો નીતિગત નિર્ણય લીધો છે, જે અંતર્ગત ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે બાળકોની સાથે-સાથે હવે તેમના માતા-પિતાનું પણ ફરજિયાત કાઉન્સેલિંગ કરવામાં આવશે. આમ, એકવાર બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યા બાદ તેઓ અધવચ્ચેથી શાળા ન છોડે તે માટેના પ્રયાસો પણ શરૂૂ કરાયા છે.

કાઉન્સેલિંગ સત્રો દરમિયાન માતા-પિતાને સમજાવવામાં આવશે કે બાળકના ભવિષ્યના નિર્માણમાં અને તેની કારકિર્દી ઘડવામાં શિક્ષણ કેટલી અનિવાર્ય ભૂમિકા ભજવે છે. શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી, પરંતુ ગરીબી અને પછાતપણાના ચક્રમાંથી બહાર આવવાનું સૌથી સશક્ત માધ્યમ છે. વાલીઓને એ વાતની સભાનતા અપાશે કે દીકરો હોય કે દીકરી, તેમને નિયમિત શાળાએ મોકલવા એ પાયાની જવાબદારી છે. સરકારની યોજનાઓ તેમજ મધ્યાહન ભોજન જેવી સવલતો છતાં જો બાળક શાળાએ ન આવે, તો તે વાલીઓની જાગૃતિના અભાવને દર્શાવે છે.