Site icon Gujarat Mirror

ચોટીલાના આણંદપુર ઓપીમા કથળતી કાયદો, વ્યવસ્થાની રાવ સાથે ડે.કલેક્ટરને આવેદન

દારૂ, જુગાર, લુખ્ખાગીરી જેવી પ્રવૃત્તિ પોલીસની રહેમ તળે ફલલીફાલીના આક્ષેપભરી રજૂઆત

ચોટીલા તાલુકાનાં આણંદપુર ઓપી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ની ખરાબ સ્થિતિ છે. દારૂૂ જુગાર અને લુખ્ખાગીરી સહિતની અસામાજિક પ્રવૃતિઓએ માઝા મૂકી હોવાનો તેમજ પોલીસની હપ્તાખોરીના આક્ષેપ સાથે પીએસઆઇ ના વલણ સામે પ્રાત અધિકારી આવેદન પાઠવી સખ્ત વિરોધ નોંધાવી પગલા ભરવા માગણી કરતા પંથકમાં ચર્ચા નોો વિષય બનેલ છે.

તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખના પતિ પીઠાભાઇ વાઘેલાની આગેવાની હેઠળ આણંદપુર વિસ્તારનાં ગામડાઓના સરપંચો અને ગ્રામ્ય અગ્રણીઓ ચોટીલા પ્રાત કચેરીએ દોડી આવ્યા હતા જેઓએ ડે. કલેકટર એચ. ટી. મકવાણા ને સંબોધિત લેખિત આવેદન પાઠવી ઓપી માં કાયદો વ્યવસ્થા ની કથળેલ સ્થિતિ અંગે રજૂઆત કરી હતી.

આણંદપુર પંથકમાં અસામાજિક પ્રવૃતિઓ જેવી કે દારૂૂ, જુગાર, મારામારી લુખ્ખાગીરી ફૂલીફાલી છે. બેન દિકરીઓ અસુરક્ષા અનુભવે છે. નાની મોલડી પો. સ્ટેરાન હેઠળનો વિસ્તાર છે. ઓપી માં મહિલા પીએસઆઇ ફરજ બજાવે છે. જેઓને ફોન દ્વારા રજૂઆત કરીએ તો અરજદારને ધાક ધમકી સાથે ધમકાવતા હોવાની તેમજ મહિલા છે ફોનમાં વાત કરવી નહીં અને ઉપર કોઈને જાણ કરશો તો ખોટા કેશ માં ફીટ થી દેવાની ધમકી આપતા હોવાના ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લેખિત આક્ષેપ કરી આવેદન પાઠવ્યું છે. ઓપી વિસ્તારના ગામો માં દારૂૂ જુગાર જેવી પ્રવૃતિ ને કારણે બિહાર જેવી સ્થિતી છે પોલીસનાં હપ્તા રાજ ને કારણે અસામાજિકો અને માફીયા ને પોલીસનો ખોફ ન હોવાની રજૂઆત સાથે કડક કાર્યવાહી અને પગલા ભરવા માગણી કરતા તાલુકામાં આ મુદ્દો ચર્ચા નો વિષય બનેલ છે.

Exit mobile version