વંદે માતરમ વિવાદમાં સોનિયા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ

ગાઝિયાબાદ કોર્ટમાં 8 સપ્ટેમ્બરે કેસની સુનાવણી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ’વંદેમાતરમ્’ના ગીતમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાના મામલે ગાજિયાબાદની કોર્ટમાં ગુનાહિત ફરિયાદ દાખલ…

ગાઝિયાબાદ કોર્ટમાં 8 સપ્ટેમ્બરે કેસની સુનાવણી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ’વંદેમાતરમ્’ના ગીતમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાના મામલે ગાજિયાબાદની કોર્ટમાં ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે કોર્ટે અરજી સ્વીકારી લીધી છે, જેના કારણે સોનિયા ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ગાજિયાબાદની ACJM-દ્વિતીય MP/MLA કોર્ટમાં સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, 15 ઑગસ્ટના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ગીત ’વંદેમાતરમ્’ના ગાનમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. આ સાથે જ કોર્ટ સમક્ષ 15 ઑગસ્ટના કાર્યક્રમનો વીડિયો પુરાવા તરીકે રજૂ કરવાની માગણી પણ કરવામાં આવી છે.
કોર્ટે આ અરજી સ્વીકારીને કેસની આગામી સુનાવણી માટે 8 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.