Site icon Gujarat Mirror

વેરાવળમાં મોડી રાત સુધી ડીજે વગાડનાર સામે ફરિયાદ નોંધાઇ

વેરાવળ સીટી પોલીસે શહેરમાં જાહેરમા મોટા અવાજે ડી.જે. વગાડી લોકોને ત્રાસ થાય તેમજ વાતાવરણમાં ધ્વનિ પ્રદુષણ કરી ગુન્હો કરતા શખ્સો વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આઠ લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને રાત્રીના દસ વાગ્યા સુધીમા વગાડવાનુ બંધ કરી દેવા લોકોને અનુરોધ કરેલ છે.

જુનાગઢ આઇ.જી.પી. નીલેશ જાજડીયા, જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારની સુચના મુજબ લગ્નગાળાના સમયગાળા દરમ્યાન વંડીઓ, વાડીઓ, પાર્ટીપ્લોટ, જાહેર રસ્તાઓ વિગેરે જગ્યાઓએ મોડી રાત્રી સુધી ડી.જે. તથા માઇક તથા અન્ય સાઉન્ડ સિસ્ટમ વગાડી લોકોને ત્રાસ થાય તેમજ વાતાવરણમાં ધ્વનિ પ્રદુષણ અટકાવવા કામગીરી કરવા જણાવતા પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ જી.એન.કાછડ, એ.એસ.આઇ.વજુભાઇ ચાવડા, જગદીશભાઇ મકવાણા સહીતના સ્ટાફે નાઇટ રાઉન્ડમા પેટ્રોલીંગમા દરમ્યાન જાહેરમા મોટા અવાજે ડી.જે વગાડી લોકોને ત્રાસ થાય તેમજ વાતાવરણમાં ધ્વનિ પ્રદુષણ કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સ્પીકર, જનરેટર, મીકસર, ટ્રેકટર ટ્રોલી, પાવરએમ(એમ્પીલીફાયર), મીની ટ્રક મળી કુલ રૂૂા. આઠ લાખનો મુદામાલ કબ્જે કરી નોઈસ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂૂલ્સ 2000 ના નીયમ નં.5(1) તથા એન્વાયરમેન્ટલ પોલ્યુશન એક્ટ ની કલમ 15 મુજબ ગુન્હો રજી. કરવામા આવેલ છે.

હાલમા ચાલી રહેલ લગ્નગાળાની સિઝન દરમ્યાન જાહેરજનતાને તેમજ ડી.જે.સંચાલકોને તથા વંડીઓ, વાડીઓ, પાર્ટીપ્લોટ સંચાલકો તમાજ સમાજના આગેવાનો, લગ્નના આયોજકોને કોઇ પણ જગ્યાએ મોડી રાત્રી સુધી ડી.જે. તથા માઇક તથા અન્ય સાઉન્ડ સિસ્ટમ ન વગાડી સરકારના નીયમોનુસાર રાત્રીના મોડામા મોડુ 10 સુધીમા વગાડવાનુ બંધ કરી દેવા તેમજ બાદમા કોઇના દ્રારા ડી.જે.વગાડી લોકોને ત્રાસ થાય તેમજ વાતાવરણમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતા મળી આવશે તો તેઓના વિરૂૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવનાર હોય જે અંગે પોલીસ અધિકારી દ્વારા નમ્ર અનુરોધ કરેલ છે.

Exit mobile version