Site icon Gujarat Mirror

બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીની મંત્રી સામે 25.80 લાખની ઉચાપતની ફરિયાદ

બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટીના મંત્રી હનીફ હમીરભાઈ કુરેશી સામે રૂૂ. 25,80,538ની ઉચાપતનો આરોપ લાગ્યો છે. તેમણે સોસાયટીના પ્રમુખ સહિત 11 સભાસદોના ખાતામાંથી થાપણની રકમ ઓછી દર્શાવીને આ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મંત્રી હનીફ કુરેશીએ સભાસદો દ્વારા જમા કરાવવામાં આવેલી થાપણની વાસ્તવિક રકમ કરતાં ઓછી રકમ ખાતામાં દર્શાવી હતી અને બાકીની રકમની ઉચાપત કરી હતી. આ ઘટના બાદ મંત્રી હનીફ કુરેશી સોસાયટીની ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. આ મામલે સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ નરશીહભાઈ કાપડીયાએ હનીફ કુરેશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુદ્ધ કલમ 316(2), 316(5), 318(4) અને 366(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉચાપત અંગેની માહિતી પ્રમુખ કિશોરભાઈ નરશીહભાઈ કાપડીયાએ આપી હતી.

Exit mobile version