ક્રાઇમ
GST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદ
પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી ઉભી કરી 15 પેઢીઓને બોગસ બિલિંગ કર્યુ, જીએસટીનો 61.38 લાખનો ધુંબો માર્યો, છ શખ્સોની અટકાયત
રાજકોટ ક્રાઈમ બ્રાંચે સૌરાષ્ટ્રનું મોટુ જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડી આ મામલે 15 પેઢી સામે ગુનો દાખલ કરી આ જીએસટી ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા અડધો ડઝન શખ્સોને ઉઠાવી લઈ વધુ તપાસ શરૂ કરી છે. ભગવતીપરામાં પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલીને બનાવટી ભાડા કરાર કરીને આ પેઢીના સંચાલકે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ 15 પેઢી સાથે બોગસ બીલીંગ કરીને સરકારને રૂા. 61.38 લાખનો ચુનો ચોપડી દીધો છે. આ મામલે રાજકોટ આર્થિક ગુના નિવારણ સેલના ઈન્ચાર્જ પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે તપાસ કરી પેઢી સંચાલકો સામે જીએસટીના અધિકારીની ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગના અધિકારીએ કરેલી ફરિયાદને આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા રાજકોટના ભગવતીપરા મેઈન રોડ ઉપર ભૂમિ પ્રસાદ કારખાના પાસે પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સંચાલક ઉપરાંત એસએનકે સ્કૂલ પાસે દર્શિત કોમ્પલેક્ષ એોફિસ નં. 2 નંદી પાર્કમાં યશ ડેવલોપર્સ, કોટડાસાંગાણીના ઈકરા એન્ટરપ્રાઈઝ, જૂનાગઢ જાંજરડા રોડ ઉપર કાકા કોમ્પલેક્ષ પાસે સીવીલ પ્લસ એન્જિનિયરીંગ, પડવલામાં આવેલ ધનશ્રી મેટલ, અમદાવાદના ધુમા રોડ ઉપર વિહાર રેસીડેન્સીમાં આવેલ ડી.એ. એન્ટરપ્રાઈઝ, વેરાવળમાં આવેલ એસોસીએટ, સુરતના જ્યોતિ ઈન્ફાસ્ટ્રક્ચર, ભાવનગરના અર્હમ સ્ટીલ, ગાંધીનગરના રિદ્ધિ ઈન્ફાસ્ટ્રક્ચર, રાજકોટના કોઠારિયા રોડ ઉપર બાલાજી ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ આશાપુરા ટ્રેડીંગ, મોરબી રતનપર સ્વાતિપાર્કમાં આવેલ શિવ મિલન પ્લાસ્ટિક તથા ગ્લોબટ્રા ઈમ્પેક્સ, મહેસાણા કડી ખાતે આવેલ મા દુર્ગા સ્ટીલ અને શુભ-લાભ એસ્ટેટ તથા જૂનાગઢના જોષીપુરામાં આવેલ મારુતિનંદન ક્ધટ્રક્શન અને જામનગરના લખુભા નાનભા જાડેજા નામની પેઢીના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે.
રાજકોટના ભગવતીપરામાં બનાવટી ભાડાકરાર બનાવીને પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેેઢી ખોલી જીએસટી ઓફિસમાં બોગસ બીલીંગ રજૂ કરીને આ 15 પેઢી સાથે ખોટા આર્થિક વ્યવહારો બતાવી સરકાર સાથે રૂા. 61.38 લાખની છેતરપીંડી કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તપાસ કરી પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સંચાલક સહિતના તમામ સામે કાર્યવાહી કરી છે.
કઈ કઈ પેઢી સામે ગુનો નોંધાયો
રાજકોકટ સહિત ગુજરાતભરમાં બોગસ પેઢી ઉભી કરનારમાં પરમાર એન્ટરપ્રાઈઝ, યશ ડેવલોપર્સ, ઈક્રા એન્ટરપ્રાઈઝ, સિવિલ પ્લસ એન્જિનિયરીંગ, ધનશ્રી મેટલ, ડી.એ. એન્ટરપ્રાઈઝ, આર્યન એસોસીએટ, જ્યોતિ ઈન્ફાસ્ટ્રકચર, અર્હમ સ્ટીલ, રિસ્ધિ ઈન્ફાસ્ટ્રક્ચર, આશાપુરા ટ્રેડીંગ, શિવ મિલન પ્લાસ્ટિક અને ગ્લોબટ્રા ઈમ્પેક્સ, મા દુર્ગા સ્ટીલ શુભલાભ એસ્ટેટ, મારૂતી નંદન ક્ધટ્રક્શન, જામનગરના લખુભા નાનભા જાડેજા સહિતના પેઢી સંચાલકો સામે ગુનો નોંધાયો છે. હજુ પણ તપાસમાં આ કૌભાંડમાં ગુજરાતભરની આવી અનેક બોગસ પેઢીના નામ બહાર આવી શકે છે આ મામલે આર્થિકગુના નિવારણ સેલના ઈન્ચાર્જ પી.આઈ. એસએમ જાડેજા અને તેમની ટીમે તપાસ શરૂ કરી છે.