Site icon Gujarat Mirror

લર્નિંગ લાઈસન્સ ઘેર બેઠા આપવા માટે કમિટિની રચના

અભ્યાસ બાદ નવી પધ્ધતી અમલમાં આવશે

ગુજરાત સરકારે નાગરિકોને ઘરે બેઠા લાયસન્સ મળે તે માટે એક ખાસ કમિટીની રચના કરી છે. લર્નિંગ લાયસન્સ મેળવવા હવે લોકોને ધક્કા ખાવામાંથી છુટકારો મળશે. રાજ્ય સરકારે નવા લાયસન્સ ધારકો માટે ખાસ નિર્ણય લીધો છે. સરકારના પરિવહન વિભાગે લર્નિંગ લાયસન્સ મેળવનારા અરજદારો માટે કમિટીની રચના કરી છે.આ સમિતિ લાયસન્સ મેળવવા સુધીની બધી સુવિધાનો અભ્યાસ કરશે. વધુમાં આઈટીઆઈ, પોલીટેકનિકમાં ઈશ્યૂ થતાં લાયસન્સને પણ બંધ કરવામાં આવશે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. ઘરે બેઠા જ હવે બધી પ્રક્રિયા થઈ જશે. જેના માટે સરકારે 8 આરટીઓ અધિકારીઓની કમિટી બનાવી છે. લર્નિંગ લાયસન્સના નિર્ણયમાં પણ ફેરફાર થશે.

Exit mobile version