પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ પહોંચાડ્યા વૈશ્વિક ફલક પર

સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન બેઠક COP31 માટે ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા માનસી ઠાકર જાનીની પસંદગી માનસી ઠાકર જાનીનું માનવું છે…

સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન બેઠક COP31 માટે ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા માનસી ઠાકર જાનીની પસંદગી

માનસી ઠાકર જાનીનું માનવું છે કે સ્વાર્થી બનવાથી નહીં ચાલે, મારે શું? એ વલણ ભવિષ્યની પેઢી માટે ખતરનાક સાબિત થઈ શકે છે

વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તન સામેના પ્રયાસો ત્યારે જ સફળ બનશે, જ્યારે તેનું પરિવર્તન આપણા ગામો, શહેરો અને સ્થાનિક સમુદાયો સુધી પહોંચશે.

આ શબ્દો છે ભાવનગર જિલ્લાના મહુવાની યુવા ક્લાયમેટ એડવોકેટ માનસી ઠાકર જાનીના, જેમની સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન બેઠક COP31 માટે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા Party Overflow બેજ હેઠળ સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. 9થી 20 નવેમ્બર, 2026 દરમિયાન તુર્કીના અંતાલ્યા ખાતે યોજાઈ રહેલી આ પરિષદમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. છેલ્લા અનેક વર્ષોથી પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે સક્રિય માનસીબેનની આ પસંદગી તેમની પર્યાવરણલક્ષી કામગીરી અને નિષ્ઠાનું પ્રતિબિંબ છે. મહુવા જેવા નાનકડા નગરમાંથી નીકળીને આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ સંરક્ષણનો અવાજ બનવાની તેમની આ સિદ્ધિ ખરેખર ગૌરવપ્રદ છે.

પર્યાવરણ પ્રત્યેની ચિંતા બની કાર્ય કરવાની પ્રેરણા
મહુવામાં જન્મેલાં માનસીબેને ધોરણ 10 પછીનો અભ્યાસ ગાંધીનગર અને અમદાવાદમાં કર્યો. Zoology વિષયમાં માસ્ટર્સનો અભ્યાસ કરતી વખતે ફિલ્ડ ટ્રીપ દરમિયાન વિવિધ સ્થળોએ જોવા મળતી ગંદકી અને પર્યાવરણની દયનીય સ્થિતિએ તેમને વિચારતા કરી દીધાં. આ અનુભવમાંથી જ પર્યાવરણ માટે કંઈક નક્કર કરવાની પ્રેરણા મળી.

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ’ ‘Student for Seva’’ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને રથયાત્રાના રૂૂટ પર સફાઈ અભિયાનમાં જોડાયાં. વર્ષ 2019માં માસ્ટર્સ પૂર્ણ કર્યા બાદ UPSCની તૈયારી માટે વતન પરત ફર્યાં અને પર્યાવરણ સંરક્ષણ યુવા ક્લબ અંતર્ગત Beach Clean-up ની પ્રવૃત્તિમાં જોડાયાં. ત્યારબાદ United Nations EnvironmentUnited Nations Environment Programme (UNEP) દ્વારા આયોજિત ‘Tide Turners Plastic Challenge’’ કાર્યક્રમ અંતર્ગત પણ તેમણે વિવિધ પ્રવૃત્તિઓ કરી.

પરિવારમાંથી મળ્યા પર્યાવરણ સંરક્ષણના સંસ્કાર
માનસીબેનને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને સંરક્ષણના સંસ્કાર પરિવાર તરફથી જ મળ્યા છે. તેમના પિતા ભરતકુમાર ઠાકર અને માતા પુષ્પાબેન ઠાકર બંને મહુવા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ રહી ચૂક્યાં છે. તેમના દાદા ભાસ્કરરાવ ઠાકરનું નામ પણ ખૂબ જાણીતું છે.

માનસીબેનના પિતા પહેલેથી જ પ્રકૃતિપ્રેમી હોવાથી તેમણે બાળકોમાં પણ પર્યાવરણ પ્રત્યેની સંવેદના અને જવાબદારીના બીજ રોપ્યાં છે. પરિવાર માત્ર વાતો કરીને નહીં, પરંતુ પોતાના વર્તન દ્વારા પણ પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા આપે છે. છેલ્લા થોડા સમયથી સમગ્ર પરિવાર શહેરની ભાગદોડથી દૂર વાડીમાં નિવાસસ્થાન બનાવીને કુદરતના સાનિધ્યમાં જીવન વિતાવી રહ્યો છે. અહીં ગાયોની સાથે સોપારી સહિતનાં વિવિધ વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યાં છે. પ્રકૃતિ સાથે જોડાઈને જીવવાની આ જીવનશૈલી જ તેમના પરિવારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પર્યાવરણની જવાબદારી માત્ર સરકારની નહીં, દરેક નાગરિકની
માનસીબેનના મતે પર્યાવરણનું સંરક્ષણ કરવાની જવાબદારી જેટલી સરકારની છે, એટલી જ સામાન્ય નાગરિકોની પણ છે. પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં સામાન્ય માણસનો પણ મોટો ફાળો છે. કેટલાક લોકો પર્યાવરણ અંગે પૂરતી જાણકારી ધરાવતા નથી, જ્યારે કેટલાક લોકો જાગૃત હોવા છતાં તેમની પાસે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો ઉપલબ્ધ નથી. આ ક્ષેત્રમાં પૂરતા Start-ups અને વિકલ્પોનો અભાવ પણ એક પડકાર છે. ઘણીવાર લોકો સુવિધા અને સરળતાને પ્રાધાન્ય આપીને પર્યાવરણ પર થતી અસરોને અવગણે છે.

તેઓ કહે છે કે, આજે Water Pollutio ની સમસ્યા ગંભીર બની રહી છે. માનવ શરીરના લોહીમાં પણMicroplastics જોવા મળતાં હોવાના અહેવાલો ચિંતાજનક છે. આ સ્થિતિમાં સૌથી પહેલાં આપણા Mindset ં પરિવર્તન લાવવાની જરૂૂર છે. માત્ર સ્વાર્થી અભિગમથી નહીં ચાલે. ’મારે શું?’ એવી માનસિકતા ભવિષ્યની પેઢી માટે જોખમી સાબિત થઈ શકે છે.

પર્યાવરણ સંરક્ષણને લાંબા ગાળાની ચળવળનું સ્વરૂૂપ આપવા માટે નાના બાળકો અને યુવાનોને કેવી રીતે જોડવા, કચરાનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો તથા વિવિધ સંસ્થાઓને સાથે રાખીને કઈ રીતે વ્યાપક કામગીરી કરી શકાય તે વિષે ઉપરાંત Groundwater Hydrogeology, Water Conservationઅને Water Rechargingના ક્ષેત્રે પણ કામગીરી કરવાનો તેમનો નિર્ધાર છે.

વાતો નહીં, હવે Action લેવાનો સમય
વિકસિત દેશોમાં પ્રદૂષણની સ્થિતિ અંગે વાત કરતાં માનસીબેન જણાવે છે કે અનેક વિકસિત દેશોમાં Disposable Cultureનું પ્રમાણ વધુ છે. તેની સરખામણીએ આપણી સંસ્કૃતિમાં બચત અને અન્યને મદદરૂૂપ થવાની ભાવના રહેલી છે, જે અમુક અંશે પર્યાવરણ સંરક્ષણમાં પણ ઉપયોગી બની શકે છે. આપણાં ધર્મ અને સંસ્કૃતિમાં વૃક્ષો અને નદીઓનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. તેમની પૂજા કરવાની પરંપરા પણ છે. આ મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તે જરૂૂરી છે.
તેમના મતે હવે માત્ર ચર્ચાઓ કરવાનો સમય રહ્યો નથી. પર્યાવરણ માટે જે કંઈ કરવું હોય તે અત્યારથી જ શરૂૂ કરવું પડશે. ઞગઊઙનું પણ સૂત્ર છે ‘Act Now’ એટલે કે જે પણ કરવાનું હોય તે અત્યારે જ કરો.

COP31 : વચનોથી આગળ વધીને અમલીકરણ પર ભાર
સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન બેઠક COP31 માટે પસંદગી પામ્યાં બાદ માનસીબેન જણાવે છે કે આ વર્ષની પરિષદની મુખ્ય થીમ ‘Implementation’ છે. આથી COP31ને ‘Implementation COP’ તરીકે ઓળખવામાં આવી રહી છે. અત્યાર સુધી કરવામાં આવેલાં વચનો અને પ્રતિબદ્ધતાઓને હવે નક્કર તથા માપી શકાય તેવાં પરિમાણોમાં પરિવર્તિત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. Zero-Waste અને Circular Economy પણ તુર્કીની પ્રાથમિકતાઓમાં સામેલ છે.

COP31 માં તેમની મુખ્ય ભૂમિકા સ્થાનિક અને વૈશ્વિક પર્યાવરણલક્ષી પ્રયાસો વચ્ચે સેતુરૂૂપ બનવાની રહેશે. સંયુક્ત રાષ્ટ્રના આ વૈશ્વિક મંચ પર વિવિધ દેશોના પ્રતિનિધિઓ, નિષ્ણાતો અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંવાદ સાધવા, જ્ઞાનની આપ-લે કરવા અને સહયોગની નવી તકો ઊભી કરવાની તક મળશે.
જળસંરક્ષણ, ટકાઉ શહેરો, કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક પ્રદૂષણ અને સમુદાય આધારિત જળવાયુ પગલાં જેવાં મહત્ત્વનાં વિષયો પર વૈશ્વિક સ્તરે થઈ રહેલા પ્રયાસો અને અનુભવો જાણીને તેને ગુજરાતમાં સ્થાનિક સ્તરે અમલમાં મૂકવાનો તેમનો ઉદ્દેશ છે. આ માટે તેઓ Kachab Foundationના માધ્યમથી વિવિધ પર્યાવરણલક્ષી પહેલોને આગળ વધારવા ઇચ્છે છે.

માનસીબેનની આ સમગ્ર સામાજિક અને પર્યાવરણલક્ષી સફરમાં તેમના પિતા ભરતકુમાર ઠાકર અને પતિ જયદીપ જાની (આર્કિટેક્ટ) તરફથી સતત પ્રોત્સાહન અને સહયોગ મળતો રહ્યો છે. પરિવારના સંસ્કારોથી શરૂૂ થયેલી તેમની આ સફર આજે વૈશ્વિક મંચ સુધી પહોંચી છે. માનસીબેન ઠાકર જાનીને આ ઉજ્જવળ સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!