ગુજરાત
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરિયાએ પ્રથમ ખેડૂત સાથે ધાર્મિક પૂજા વિધિ કરીને ખરીદી શરૂ
પ્રાઈઝ સપોર્ટ સ્કીમ ઙજજ અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં 160થી વધુ ખરીદ ક્ષેત્ર પરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરાશે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલના હિંમતનગરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં વેચાણ માટે 3.70 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે ત્યારે આજથી ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, મગફળીના પોષણક્ષમ ભાવો ન મળતા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ગોંડલમાં રૂૂપિયા 1356 ટેકાના ભાવે મગફળી ખરીદીનો થયો પ્રારંભ થયો હતો.
જામવાળી સહકારી મંડળી દ્વારા જામવાળી ગામ પાસે મગફળી ખરીદી કેન્દ્રનો થયો પ્રારંભ કરવામાં આવ્યો હતો. માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ પ્રથમ ખેડૂત સાથે ધાર્મિક પૂજા વિધિ કરીને મગફળી ખરીદી કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો. જામવાડીના પ્રફુલભાઇ ટોળીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ ઠુંમર, મહામંત્રી સામંતભાઇ બાંભવા,વિનુભાઈ મોણપરા સહીત આગેવાનો હાજર રહ્યા હતા. ગોંડલમાં જામવાડી સહકારી મંડળી દ્વારા ખરીદ કેન્દ્ર શરૂૂ કરવામાં આવ્યું છે. જામવાડી ૠઈંઉઈ નજીક આવેલ નાયરા પેટ્રોલ પમ્પની સામેના ગ્રાઉન્ડમાં ખરીદી ચાલુ કરવામાં આવી છે.