ગુજરાત

વડતાલધામમાં લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ

Published

on

200 શંખનાદ, 10 હજાર પોથી અને કળશધારી મહિલાઓ સાથે ઢોલ-નગારા અને બેન્ડની સુરાવલીથી હરિભક્તો મંત્રમુગ્ધ

હાથીની અંબાડી ઉપર નીકળી પોથીયાત્રા, અદ્ભુત શોભાયાત્રા યોજાઇ


શ્રી વડતાલધામ સ્વામિ નારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તેમજ તેમના વતી ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીની સંયુક્ત યાદીમાં જણાવ્યુ હતુ કે, કારતક સુદ – 6 થી કારતક સુદ – 15 ને તા. 7 નવેમ્બર – 2024 ગુરૂૂવાર થી તા. 15 નવેમ્બર – 2024 શુક્રવાર સુધી વિશ્વ વિખ્યાત તીર્થધામ વડતાલને આંગણે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઝાલર રળિયામણી છે. આ ગૌરવ શિખર સમાન મહોત્સવના મંગલાચરણ સાથે હરિભક્તોના હૈયે હરખની હેલી ચડી છે. આજે મહોત્સવના પ્રથમ દિવસે પ્રભાતના પહોરમા સ્વયં શ્રીજી મહારાજે 200 વર્ષે પહેલા પ્રાણપ્રતિષ્ઠા વખતે યોજેલી યાત્રાના માર્ગે જ ફરી વખત હાથિની અંબાડીએ, ઢોલ-નગારા-ડિ.જે. અને બેન્ડની સુરાવલી સાથે દર્શનીય પોથિયાત્રા નિકળેલ જેમા વડતાલ પિઠાધીપતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ મહોત્સવને અનેરો રંગ આપવા સંપ્રદાયના ખૂબ જ વિદ્વાન અને હરિભક્તોને કથા-વાર્તા- કિર્તનના રંગે રંગાવ્યા છે એવા સંપ્રદાયના બે મૂળધન્ય સંતો- વક્તાપદે બિરાજમાન થવાના છે ત્યારે તેમની સાથે સંપ્રદાયના વડિલ સંતો ઘોડાગાડીમાં, પાર્ષદો અને યુવાન સંતો બળદગાડામા તેમજ 200 નવયુવાનો બુલેટ બાઇક પર જોડાયા ત્યારે પોથીયાત્રાની શોભામા અભિવૃદ્ધિ થઇ હતી.

આ પોથિયાત્રામાં 5100 કળશ, 5100 પોથી લઇને દેશ-વિદેશમાંથી આવેલા અસંખ્ય સ્ત્રી ભકિતો એક સરખા કાઠિયાવાડી સાડીના પોશાકમા જોવા મડયા હતા તેમજ 200 શંખનાદો એ શંખનાદ કરી વાતાવરણ મંત્રમુગ્ધ બન્યુ હતુ સાથે લાખોની સંખ્યામાં ઉપસ્થિત પુરૂૂષ હરિભક્તો અને બાળકો પણ મા દિવ્ય પોથિયાત્રાના સાક્ષી બન્યા હતા.


ખેડા જીલ્લાના નડિયાદમા વડતાલ સ્વામિનારાયણ મંદિર સંકુલની બાજુમાં જ મહોત્સવ માટે 500 એકર જગ્યામા અલાયદી અને અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામા આવી છે. આજે સવારે વટામણ ચોકડીથી મહોત્સવ સ્થળ સુધી 2 કિ.મી. લાંબી પોથિયાત્રા નિકળેલ. ધૂન- કિર્તન ઉપરાંત મધુર ધ્વનીથી વાતાવરણ ધર્મમય બન્યુ હત, યાત્રામા જોડાયેલા હજારો સ્ત્રી, પુરુષ ભક્તોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જયઘોશ કર્યો હતો. યાત્રામા 200 થી વધુ સુશોભિત ગાડીઓ જોડાઈ હતી.

કથા-વાર્તાની સાથોસાથ
સંપ્રદાયના મુળઘન્ય સંતો દ્વારા વિવધ વિષયો પર વ્યાખ્યાન માળા, ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા વેદ; વેદાંગ શાસ્ત્રોનુ પવિત્ર બ્રાહ્મણો દ્વારા 7 દિવસ પારાયણ થશે, દરરોજ સવારે 9 થી 12 દૈનીક મહાપૂજા, 14 કલાક અખંડ ધૂન, સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી મંત્રલેખન, પવિત્ર બ્રાહ્મણોને બ્રહ્મભોજન અને સેવારૂૂપી બ્રહ્મ ચોર્યાસી થશે, 200 જેટલા પવિત્ર જળ તિર્થોથી દેવોનો ઐતિહાસિક અભિષેક” કરવામા આવશે, સમૂહ મહાપૂજા, રાજોપચાર પૂજન, ધર્મકૂળ પૂજન, સંત દિક્ષા, ગંથ પ્રકાશન, ગૌ પ્રદર્શન, અખંડ ધૂન, મેડિકલ કેમ્પ, પુષ્પદોલોત્સવ, મહિલા મંચ, સમર્પીત ભક્તોનુ સન્માન, ઘનશ્યામ જન્મોત્સવ, મેડીકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ વિગેરે નુ આયોજન કરવામા આવ્યુ છે.

સાંસ્કૃતિક પ્રદર્શન
120 દિવસ પૂર્વેની તૈયારી અને 800 સ્વયંસેવકોની સેવાની સાથે બંગાળના 100 કારિગરોની મહેનત બાદઆ આ સાંસ્કૃતિક પ્રદર્શન કુલ 50 વિઘા ઉપરાંત વિશાળ જમીન પર યોજવામા આવ્યુ છે જેમા કુલ 8 વિભાગ છે જેમા 50 હજાર ચો.ફૂટમા. 121 કરતા પણ વધારે અલગ અલગ જાતના 9 લાખથી વધુ વૃક્ષ વેલીઓ, ફૂલછોડની વનરાઇઓનો ઉપયોગ કરવામા આવ્યો છે જેનો મુખ્ય પ્રવેશદ્વાર 100 ફૂટ લાંબો અને 35 ફૂટ ઉંચો છે, બાદમા 11 પ્રકારના નાના મોટા પ્રવેશદ્વાર રાખવામા આવ્યા છે જેથી એક સાથે કુલ 50000થી વધુ લોકો લાભ લઈ શકશે વિશેષ બાળકો, યુવાનો, વડીલો તેમજ વૃધ્ધો સૌ કોઈ મન હળવુ કરી શકે અને જ્ઞાન સાથે ગમત કરી શકે તેવુ ‘ન ભૂતો ન ભવિષ્યતી’ સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે જે તા. 23/10 થી 15/11 બપરે 12 થી સાંજ 10 વાગ્યા સુધી લોકોને મનોરંજન આપવા સજ્જ રહેશે જે 40 વિધા જમીનમા 8 લાખ સ્કવેર ફૂટમા આયોજીત છે અને કુલ 8 ડોમના આ પ્રદર્શનમા 100 ફૂટ લાંબો અને 35 ફૂટ ઉંચો વિશાળ કલાત્મક પ્રવેશદ્વાર રહેશે જે લાખો લોકોને જીવન જીવવાની કળા, દેશ પ્રત્યેની નિષ્ઠા, ગુરૂૂઓની પ્રેરણાથી પોતાના ઇશ્વર પ્રત્યે દ્રઢ શ્રધ્ધા કરાવશે તેમજ પ્રાકૃતિક પહાડ, જંગલ, ગુફાઓ અને 30 પ્રકારની ટેકનોલોજી થી સજ્જ સાંસ્કૃતિક પ્રદર્શન” મા લાઇટ એન્ડ સાઉન્ડ શો, ઇલુઝન, સાયન્સ સીટી, 360 સ્ક્રીન પર જીવન ધડતરનુ રહસ્ય, આર્ટ ગેલેરી, ગ્લોગાર્ડન, નેચરલ ગુફાઓ, ફ્લાવર્સ ટ્રેન, એન્જોય પાર્ક, કલાકૃતી સાથેના 9 માર્ગો, ફાઉનટેન, તળાવ, ઝુલતો પુલ વિગેરે આનંદમય સ્થળો રહેશે જે આધ્યાત્મિક મુલ્યોને ઉજાગર કરતુ ભવ્ય પ્રદર્શન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version