માંગરોળમાં માનસિક બીમારીની વધુ પડતી દવા પી લેનાર કોલેજિયન યુવતીનું મોત

યુવતીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત માંગરોળમાં રહેતી અને અભ્યાસ કરતી કોલેજીન યુવતીએ પોતાની બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવતીનું સારવાર દરમિયાન મોત…

યુવતીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત

માંગરોળમાં રહેતી અને અભ્યાસ કરતી કોલેજીન યુવતીએ પોતાની બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંગરોળમાં રહેતી અને અભ્યાસ કરતી નંદનીબેન પરસોતમભાઈ યાદવ નામની 20 વર્ષની યુવતીએ પોતાની બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક નંદનીબેન યાદવના પિતા મજૂરી કામ કરે છે અને નંદનીબેન યાદવ ચાર ચાર બહેન અને એક ભાઈમાં વચ્ચેટ હતી અને કોલેજમાં અભ્યાસ કરતી હતી નંદનીબેન યાદવએ પોતાની માનસિક બીમારીની વધુ પડતી દવા પી લેતા તબિયત લથડીયા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.