ગુજરાત

ગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝ

Published

on

ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ ની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ માંથી સરકારી અનાજ સગેવગે કરતા હોવાની ફરીયાદો આધારે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મેગા ડ્રાઇવ ગોઠવી અનાજ માફીયાઓને 24 કલાકની અંદર દબોચી લેવા સુચના પ્રસારીત કરતા 24 કલાકની અંદર તાલાલા, કોડીનાર તથા સુત્રાપાડા તાલુકાઓ માંથી ફેરીયાઓ મારફત સરકારી અનાજ સગેવગે કરતા કુલ-8 જેટલા સખ્શને જડપી પાડવામાં આવ્યા.

જેમાં સુત્રાપાડા તાલુકા ખાતેથી કુલ-2 સખ્શ સાથે રકમ રૂૂા.69,810/- નો મુદામાલ તથા કોડીનાર તાલુકા ખાતેથી કુલ-5 સખ્શ સાથે રકમ રૂૂા.1,87,705/- નો મુદામાલ તથા તાલાલા તાલુકાના રાઈડી ગામ ખાતેથી કુલ-1 સખ્શ સાથે રકમ રૂૂા.81,625/- નો મુદામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરવામાં આવેલ.આ તકે કલેકટરે આવી પ્રવૃત્તી કરતા અનાજ માફીયાઓને કડક સંદેશ આપતા જણાવેલ કે, પથસરકારી રાશનનું જો કોઇ વ્યકતી દ્વારા ડાયવર્ઝન કરવાના પ્રયાસો કરવામાં આવશે તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સરકારી અનાજનો લાભ મેળવતા લાભાર્થીઓ જો પ્રકારની પ્રવૃત્તીમાં જોડાયેલા જણાશે તો તેઓના રાશન કાર્ડમાં મળતા સરકારી લાભ તુરંત બંધ કરી દેવામાં આવશે.

નાગરીકોને સલાહ આ5તા કલેકટરે જણાવેલ કે, સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ભારતના નાગરીકોને પોષ્ટીક તથા ગુણવત્તા યુકત રાશનનું વિતરણ કરવામાં આવે છે પરંતુ કેટલાક લાભાર્થીઓ આ અનાજનો ઉપયોગ કરતા ન હોવાનું જણાય છે. જેથી આવા ગ્રાહકોએ સરકાર દ્વારા આ5વામાં આવતુ રાશન પોતાના પરિવારના ગુજરાન માટે ઉપયોગમાં લેવા સંદેશ આપેલ અને નજીવા લાભ ખાતર આ અનાજ અનાજ માફીયાઓને વહેંચી ન દેવા જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version