ગુજરાત સહિત આઠ સરહદી રાજ્યોમાં નાગરિકતા મંજૂર કરવાની સત્તા હવે કલેકટરને

કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા નિયમોમાં સુધારો કરીને છ સરહદી રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા કલેક્ટરોને…

કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા નિયમોમાં સુધારો કરીને છ સરહદી રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા કલેક્ટરોને નાગરિકતા આપવાની સત્તા આપી છે. નવા નિયમો હેઠળ સંબંધિત જિલ્લા કલેક્ટર નાગરિકતા માટે મળતી અરજીઓ સ્વીકારી શકશે, તેમની તપાસ કરી શકશે, અરજી પર નિર્ણય લઈ શકશે અને નાગરિકતા આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયામાં થતો વિલંબ ઘટાડવાનો છે. નવા નિયમો નાગરિકતા અધિનિયમની કલમ 6ઇ હેઠળ નોંધણી માટે કરવામાં આવતી અરજીઓ પર લાગુ થશે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નાગરિકતા (ત્રીજો સુધારો) નિયમો, 2026 હેઠળ આ નવી વ્યવસ્થા અમલમાં આવશે. જોકે, આસામ અને ત્રિપુરાના આદિવાસી વિસ્તારોને આ વ્યવસ્થામાંથી બહાર રાખવામાં આવ્યા છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર અને લદાખ જેવા 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા નિયમો લાગુ થશે અને કલેક્ટરને નાગરિકતા પ્રક્રિયા હાથ ધરવાની મહત્વની સત્તા મળશે.

નિયમોમાં ફેરફાર બાદ સંબંધિત જિલ્લા કલેક્ટરને નાગરિકતા પ્રક્રિયામાં મહત્વપૂર્ણ અધિકારો મળ્યા છે. કલેક્ટર અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરશે. જરૂૂરિયાત જણાય તો અરજદારની પાત્રતા અને યોગ્યતા નક્કી કરવા માટે જરૂૂરી તપાસ પણ કરી શકશે.