Site icon Gujarat Mirror

બિહારમાં માતા દુર્ગાની મૂર્તિ તોડાતાં બખેડો: દુકાનોને આગચંપી, તોડફોડ

લ્લાના મજગામા ગામમાંથી ભારે બબાલના મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્ણિયા જિલ્લાના બૈસાના મજગામા ગામમાં દેવી દુર્ગા માતાની નિર્માણાધીન પ્રતિમાની તોડફોડ કરવામાં આવતા ભારે હંગામો થયો છે.દુર્ગા માતાની પ્રતિમા તોડતા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને યુવકને ઢોર માર મારીને અનેક દુકાનોમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસ સત્વરે એકશનમાં જોવા મળી હતી. તોડફોડ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરીને 12 લોકોની ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે મજગામા ગામમાં ભારે બબાલ થઇ હતી.પૂર્ણિયાના મજગામા હાટમાં દેવી દુર્ગા માતાની મૂર્તિ તોડફોડ બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ટોળાએ આગ લગાવી અને દુકાનોમાં તોડફોડ કરી હતી. મૂર્તિ તોડફોડ કરવાના આરોપમાં એક મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી હતી, તેને માર મારવામાં આવ્યો હતો અને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. પોલીસે તેને બચાવી લીધો હતો અને કસ્ટડીમાં લીધો હતો.

Exit mobile version