ધારીના નાની ગરમલીમાં બે જૂથ વચ્ચે ધિંગાણું

ધારી તાલુકાના નાની ગરમલી ગામે પ્રાથમિક શાળા પાસે ગઈ કાલે સાંજે આશરે 4:15 વાગ્યે જૂની અદાવતને લઈને જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ધારીના કરેણ…

ધારી તાલુકાના નાની ગરમલી ગામે પ્રાથમિક શાળા પાસે ગઈ કાલે સાંજે આશરે 4:15 વાગ્યે જૂની અદાવતને લઈને જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ધારીના કરેણ ગામના ભરતભાઈ મંગળુભાઈ વાળા (ઉ.વ. 40)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના મજૂર ભાગીયાને રાજુ રામકુભાઈ વાળાએ અગાઉ ઉછીના રૂૂપિયા આપ્યા હતા અને તેના બદલામાં પોતાની વાડીમાં કામ કરાવતો હતો.

આ બાબતે ભરતભાઈએ ઠપકો આપતા શખ્સોએ મનદુ:ખ રાખી પૂર્વ આયોજન મુજબ હુમલો કર્યો હતો. રાજુ વાળા, મહેન્દ્ર ઉર્ફે મુન્ના વાળા, ધર્મદીપ વાળા, અશ્વીન વાળા, રામકુ વાળા, સંજય વાળા અને રવીરાજ ઉર્ફે લાલો વાળા સહિત સાત શખ્સોએ ગેરકાયદેસર રીતે હથિયારો સાથે એકત્ર થઈ ભરતભાઈ, તેમના કાકાના દીકરા મહીપતભાઈ તથા કાકા અનકભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.

જેમાં તેઓના કાકા અનકભાઈના હાથ પર તલવારનો ઘા વાગતાં હાથની નસ કપાઈ ગઈ હતી. તેમજ ભરતભાઈના માથામાં પણ ગંભીર ઇજા થવા ઉપરાંત હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી. અને મહીપતભાઈના માથાના ભાગે ઇજા પહોંચી હોવાની ફરિયાદ આપી છે.

તો સામે પક્ષે પણ રાજેન્દ્રભાઈ રામકુભાઇ વાળાના ભાગિયાએ છ મહિના પહેલા ભરત વાળા પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા, જે બાબતે બોલાચાલી થઈ હોય જેનું મનદુ:ખ રાખી ભરત વાળા સહિત ત્રણ લોકોએ જીવલેણ હુમલો કરી પાંચ લોકોને ઇજાગ્રસ્ત કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આપી છે.

બંને પક્ષની ફરિયાદના આધારે ધારી પોલીસે રાજુ રામકુભાઇ વાળા, મહેન્દ્ર ઉર્ફે મુન્ના રામકુભાઇ વાળા, ધર્મદીપ રાજુભાઇ વાળા, અશ્વીન ભાભલુભાઇ વાળા, રામકુ કશુભાઇ વાળા, સંજય અનકભાઇ વાળા રવીરાજ ઉર્ફે લાલો ભુપતભાઇ વાળા, ભરત મંગળુભાઇ વાળા, મહિપત અનકભાઇ વાળા, અનક અમરાભાઇ વાળા અને ભુપત ગભરૂૂભાઇ વાળા સહિત કુલ 11 શખ્સો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બંને પક્ષના ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક પહેલા સ્થાનિક અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.