ગુજરાત

નર્મદા જિલ્લા ‘દિશા’ કમિટી બેઠકમાં ધારાસભ્ય-સાંસદ વચ્ચે બઘડાટી

Published

on

નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન અન્ડ મોનિટરિંગ(દિશા) કમિટીની ત્રિમાસિક બેઠક ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી.આ બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે વિકાસના કામો અને અધિકારીઓની આ બેઠકમાં ગેરહાજરી મુદ્દે બોલાચાલી થઈ હોવાનું આધારભુત સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન અન્ડ મોનિટરિંગ(દિશા) કમિટીની બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિકાસના કામોમાં અધિકારીઓની મનમાની અને આ બેઠકમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ ગેરહાજર રહેતા વિરોધ નોંધાવ્યો હતો.

આ દરમિયાન દીશા કમિટીના અધ્યક્ષ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે બોલાચાલી થઈ હોવાથી માહોલ ગરમાયો હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવાયુ છે.તો બીજી બાજુ આ બેઠક બાદ કોઈ બનાવ ન બને એની તકેદારીના ભાગ રૂૂપે નર્મદા જિલ્લા સેવાસદન બહાર ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને સેવાસદનની અંદર અન્ય લોકોની અવરજવર પણ બંધ કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે. આ બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાનો અધિકારી વર્ગ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને પૂછ્યા વગર બારો બાર એજન્સી કહે એ પ્રમાણે અમારા બજેટનું આયોજન કરી દે છે.ચૂંટાયેલા પ્રતિનિધિને વિશ્વાસમાં લીધા વગર ટેન્ડર પ્રક્રિયા કરી દે છે, સ્થાનિકની જગ્યાએ બહારના લોકોને કામ આપી દે છે.કોઈ પણ આયોજન હોય તો કમિટીની બેઠક થવી જોઈએ, 10 ટકા ગુજરાત પેટર્નનું બેઠક થયા વગર, બંધારણની કલમ 275ના બજેટનું અને આદર્શ ગ્રામનું, બારો બાર આયોજન કરી દે એ અધિકારીઓને સોંપ્યું નથી.આ મુદ્દે મે દીશા કમિટીની બેઠકમાં વિરોધ કર્યો એટલે માહોલ ગરમાયો હતો.


નર્મદાના અધિકારીઓ કોઈ પણ આયોજન કે ટેન્ડર પ્રક્રિયા કરે ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યને વિશ્વાસમાં લેતાં નથી.આ પ્રજાના પૈસા છે અધિકારીઓના પૈસા નથી કે બારો બાર આયોજનો કરે છે.લોકોની જરૂૂરિયાતો નહિ પણ અધિકારીઓને કેટલું મળશે એ મુજબ વિકાસના કામોનું આ જિલ્લામાં આયોજન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version