ક્રાઇમ
સગપણ તૂટી જવા મુદ્દે બે જૂથ વચ્ચે ધબાધબી: વૃદ્ધને ગંભીર ઇજા
વેરાવળ ના આંબલીયાળા ગામ અને કાંતિ વેલા ગામ વચ્ચે બે જૂથ વચ્ચે સગપણ તૂટી જવા મુદ્દે મારા મારી થઈ હતી જેમાં ગંભીર રીતે ગવાયેલા આવૃત અને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા મારા મારી કરનાર બંને પક્ષના 13 શખ્સો વિરુદ્ધ સામ સામે ફરિયાદ નોંધાય છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વેરાવળના આંબલીયાળા ગામે રહેતા ખીમજીભાઈ ચનાભાઈ ચાંડપા નામના 60 વર્ષના વૃદ્ધ આંબલીયાળા ગામ અને તાનતીવેલા ગામ વચ્ચે પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે રોહન વીરજી ધોળીયા, અરુણ વિરજી ધોળીયા, ચેતન વિરજી ધોડિયા અને મયુર ગેલા (રહે બધા ડાભોર)એ હુમલો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે વૃદ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે હુમલામાં ઘવાયેલા વૃદ્ધના પુત્ર હરેશ ચાંડપાએ ફરિયાદ નોંધાવી છે. અને જણાવ્યું હતું કે તેની ફઈ મંજુલાબેન બામણીયાની પુત્રી સાથે આરોપી ચેતન વીરજી ધોળીયાનું સગપણ થયું હતું જે સગપણ તૂટી ગયાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જ્યારે સામા પક્ષે રોહન વીરજી ધોળીયાએ હરેશ ખીમજી ચાંડપા, કેસુ કાનાભાઈ, ખીમજી કાનાભાઈ, પ્રકાશ સોમાભાઈ, મંજુબેન રમેશભાઈ બાંભણિયા, મનોજ સોમાભાઈ, કમલેશ કેશુભાઈ અને મહેશ સોમાભાઈ ચાંડપા (રહે બધા આંબલીયાળા) વિરુદ્ધ માર મારી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. વેરાવળ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.