ગુજરાત
સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડમાં વિવિધ વિભાગના યુવાનોને સામેલ કરાશે: અમિત શાહ
20 વર્ષ બાદ મળેલા નાગરીક સુરક્ષા સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેરાત
ગાંધીનગરના સાંસદ તેમજ કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં 14મું અખિલ ભારતીય હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા સંમેલન યોજાઇ ગયું હતું . લગભગ 20 વર્ષ પછી આ આયોજન માટે અમિત શાહે વિવેક શ્રીવાસ્તવને અભિનંદન પાઠવ્યા હતા.
તેઓએ ઉપસ્થિત સૌને 14માં સંમેલનના માધ્યમથી નવી ઉર્જા, નવી પ્રતિજ્ઞા અને નવા રસ્તા પર આગળ વધવા અને આ મુહિમ ગામેગામ સુધી જીવંત કરવા અનુરોધ કર્યો હતો. આ તકે અમિત શાહે જણાવ્યુ કે, પીએમ મોદીના નેતૃત્વમાં દેશની જનતાએ એક સંકલ્પ કર્યો છે કે 2047 સુધી ભારતને એક પૂર્ણ વિકસિત દેશ બનાવવાનો છે. જ્યારે આપણે પૂર્ણ વિકસિત રાષ્ટ્ર કહીએ છીએ ત્યારે આપણી પૂર્ણ વિકસિત રાષ્ટ્રની કલ્પના પાછળના વિચારો સાથે મેળ નથી બેસતો આપણી પૂર્ણ વિકસિત રાષ્ટ્રની કલ્પનામાં દરેક ક્ષેત્રમાં વિકાસ, દરેક ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ તો છે જ પણ એની સાથે આપણાં સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા અને આપણી ભાષાઓને સાચવીને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. સુરક્ષા દરેક વ્યક્તિ અને તેની સંપતિની, દરેક વ્યક્તિના ભવિષ્યની અને દરેક વ્યક્તિના અધિકારની. સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ એ બંને ગતિવિધિ સેવા અને સુરક્ષા સાથે જોડાયેલી છે.
આપાતકાલીન સેવાઓમાં યોગદાન, યાતાયાત પ્રબંધનની ઇન્સ્ટિટ્યૂશનલ વ્યવસ્થા, સામાજીક જાગૃતતાના કાર્યક્રમો જેવા કે નશામુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, જનસંરક્ષણ જેવા સામાજિક જાગૃતતાના કાર્યક્રમો સહિત અન્ય સેવાઓ આપણાં ચાર્ટરમાં સમાવેશ કરવા જોઈએ. મહિલા સુરક્ષા માટે મહિલાઓમાં જાગૃકતા, સાઇબર સુરક્ષા તેમજ ડિજિટલ છેતરપિંડી માટે જાગૃતતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત ભારતમાં આપણી રચનાત્મક ભૂમિકા હોવી જોઈએ.
કાયદો અને વ્યવસ્થામાં સહાયતા જેવી સેવાઓ આપણી સાથે જોડી અને મદદરૂૂપ બનવાનું છે. સમગ્ર દેશના હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. કોવિડના સમયમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનોએ ભૂમિકા નિભાવી અને લોકોની સેવા કરવાનો જે જૂનુન સમગ્ર વિશ્વને બતાવ્યો છે તે બદલ અમિત શાહે સૌને લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા.