ગુજરાત
વાંકાનેરમાં દિવાળી તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ
બજારમાં ટ્રાફિકને નડતરરૂપ વાહન પાર્ક કરનારને દંડ ફટકારાયો
વાંકાનેર શહેર પોલીસ દિવાળીના તહેવારો અંતર્ગત ફૂટ પેટ્રોલિંગ સાથે આડેધડ પાર્ક થતા વાહનો થી થતુ ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સાથે રહી દિવાળી અંતર્ગત પોલીસ દ્વારા ફરજ ના ભાગે આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓ સામે સ્થળ પર જ હાજર દંડ ફટકારી ટ્રાફિક સેન્સ કરાવ્યું હતું જેમાં ટુ વ્હીલરઓ થ્રી વ્હીલર ફોર વ્હીલરો વગેરે નક્કી કરેલા સાઈડમાં પીળા કલરના પટ્ટા બહાર રહેલા વાહનો પાર્ક કરનારાઓ ટ્રાફિક ભંગ ની ઝપટમાં આવ્યા હોય તેવા વાહન ધારકોને દંડ સાથે વાહન જપ્ત કરવામાં પોલીસ ફરજ ના ભાગે એલર્ટ થઈ છે.
તેના ફરી તારીખ 25/10/2024ના રોજ વાંકાનેર શહેર પોલીસ ની સાથે તાલુકા પોલીસે કોમ્બો કરી વાંકાનેર ના મુખ્ય માર્ગો પર દિવાળી અંતર્ગત ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું તેમાં આડેધડ પાર્ક કરેલા વાહન ધારક ને હાજર દંડ ફટકારવા માં આવ્યું હતું જે ફૂટ પેટ્રોલિંગમાં વાંકાનેર શહેર પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. વી. ધેલા અને તાલુકાના પીએસઆઇ એલ. એ.ભરર્ગા શહેર પોલીસ ની ટીમ અને તાલુકા પોલીસ ની ટીમ નો કાફલો વાંકાનેર શહેર ના મુખ્ય માર્ગોથી લઈ મેઇન બજારો મા ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું જે સમગ્ર કામગીરી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકની માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્ય મન થાય છે.