ઘુસણખોરો ભૂતિયા ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ કઢાવી લેતા હોવાથી વેરિફિકેશન પ્રક્રિયામાં ફેરફાર
ગુનાઈત પૂર્વ ઇતિહાસ પણ ચકાસાશે, અરજદારને પોલીસ સ્ટેશને ધક્કામાંથી પણ મુક્તિ
ગુજરાતમાં હવે પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને સુગમ બનાવવા રાજય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂૂર નથી પરતું પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાઈત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે, અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂૂરિયાત નથી, આ નિર્ણય પાછળ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર કેટલાક ઘુસણખોરોએ ભૂતિયા ડોક્યુમેન્ટને આધારે પાસપોર્ટ કઢાવી હોય જેથી હવે વેરિફિકેશન પ્રક્રિયાનમાં સુધારો લાવવમાં આવ્યો છે.
ગુજરાત રાજયના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક આ મામલે તમામ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યા છે, જેમાં રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂૂરી ધક્કા ન ખાવા પડે તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂૂબરૂૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે.
પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂૂબરૂૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂૂર રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂૂરિયાત લાગે, તેવા અપવાદરૂૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા નથી.
રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂૂરી પ્રક્રિયામાં ન પડે. જોકે આ નિર્ણય પાછળ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર કેટલાક ઘુસણખોરોએ ભૂતિયા ડોક્યુમેન્ટને આધારે પાસપોર્ટ કઢાવી લીધા હોવાની બાબત સામે આવી હોય જે પોલીસ વડા દ્વારા આ નિર્ણય લઇ હવે વેરિફિકેશન પ્રક્રિયાનમાં સુધારો લાવવમાં આવ્યો છે.
